KL રાહુલનો ભાઈ પણ ફ્લોપ, શાર્ક ટેન્ક ઈન્ડિયાએ બિઝનેસ આઈડિયા ફગાવ્યો

0

[ad_1]

  • રાહુલનો ભાઈ બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયામાં પહોંચ્યો
  • પ્રતીક પાલનેથ્રાના બિઝનેસ આઈડિયાને શોના પાંચેય જજે રિજેક્ટ કર્યો
  • દેશના સૌથી સસ્તા બોલિંગ મશીન ‘ફ્રી બોલર’ માટે કોઈ ફંડ નાં મળ્યું

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી KL રાહુલ હાલ તેના સાધારણ ફોર્મના કારણે ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે કોઈ મોટી ઇનિંગ નથી રમી શક્યો અને એકંદરે અન્ય સાથી ખેલાડીઓની સરખામણીમાં તે ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. આવા સમયમાં તેના પર વધુ એક વાર ફ્લોપનું લેબલ લાગ્યું છે, જેનું કારણ તેનું ફોર્મ નહીં પરંતુ તેનો ભાઈ છે, જે પણ રાહુલની જેમ જ ફ્લોપ સાબિત થયો છે, પરંતુ ક્રિકેટ ફિલ્ડમાં નહીં પરંતુ બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયામાં.

રાહુલના ભાઈનો બિઝનેસ આઈડિયા થયો રિજેક્ટ

પ્રખ્યાત બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયાની બીજી સીઝન આવી ગઈ છે. શોની થીમ સ્ટાર્ટઅપ આઈડિયા અને તેમાં ફંડિંગ પર આધારિત છે. થોડા દિવસો પહેલા રિલીઝ થયેલા એક એપિસોડમાં ભારતીય ક્રિકેટર કેએલ રાહુલનો ભાઈ પણ પોતાનો બિઝનેસ આઈડિયા લઈને પહોંચ્યો હતો. પરંતુ તેને ખાલી હાથ પરત ફરવું પડ્યું હતું. રાહુલનો ભાઈ જે બિઝનેસ પ્લાન લઈને આવ્યો હતો તેને શોના પાંચેય જજે રિજેક્ટ કર્યો હતો.

બોલિંગ મશીનો વેચવા આવ્યો હતો

યુવા બિઝનેસમેન પ્રતીક પાલનેથ્રા અને વિશ્વનાથ તેમનો પ્રોજેક્ટ ‘ફ્રી બોલર’ના આઈડિયાને લઇ શાર્ક ટેન્ક ઈન્ડિયાની બીજી સીઝનમાં પહોંચ્યા હતા. પ્રતીક પાલનેથ્રાએ પોતાને ભારતીય ક્રિકેટર KL રાહુલના ભાઈ તરીકે ઓળખાવ્યો હતો. પ્રતિકનું માનીએ તો અનુભવી ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન તેમની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે. પ્રતીક અને વિશ્વનાથ તેમના બોલિંગ મશીન બિઝનેસ માટે ભંડોળ મેળવવા આવ્યા હતા. બંનેએ દાવો કર્યો હતો કે તેઓ દેશનું સૌથી સસ્તું બોલિંગ મશીન વેચી રહ્યાં છે. તેણે બ્રાન્ડમાં 7.5 ટકા ઇક્વિટી માટે 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

KL રાહુલના દૂરના ભાઈ

જ્યારે શાર્કને પ્રતીક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ખુલાસો કર્યો કે તે પ્રશિક્ષિત અમ્પાયર બનતા પહેલા અંડર-16 ખેલાડી હતો. પ્રતીકે પોતાને KL રાહુલનો કઝીન ગણાવ્યો હતો. તેણે શાર્કને તેના મોડલનો ડેમો આપ્યો અને કિંમતો વિશે વાત કરી. જો કે, મોટાભાગના શાર્કે કંપનીમાં રોકાણ કરવાનો ઇનકાર કર્યો હતો. અનુપમ મિત્તલે કહ્યું કે તમે જે સામાન વેચો છો તેનું કોઈ બજાર નથી. છેલ્લા પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ધંધામાં હોવા છતાં તેઓ બજારને સમજી શક્યા ન હોવાનું પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

ખોટ કરતી કંપની

પ્રતિક પાલનેથ્રા અને વિશ્વનાથ ખોટમાં ચાલી રહ્યા છે. દરેક ટીમની પોતાની બોલિંગ મશીન હોય છે, તેથી ભારતમાં તેની કોઈ માંગ નથી. જોકે નમિતા થાપરે 15% ઈક્વિટી માટે 25 લાખ અને 5% વ્યાજે 50 લાખની લોન ઓફર કરી હતી, પરંતુ. જો કે, પ્રતીક અને વિશ્વનાથે આ અંગે વાટાઘાટો શરૂ કરી હતી, જે પછી ગુસ્સે ભરાયેલી નમિતાએ કહ્યું હતું કે તમારા ધંધામાં કોઈએ રસ દાખવ્યો નથી અને જ્યારે હું મદદ કરવા માંગતી હતી ત્યારે તમે મારી સાથે વાટાઘાટો કરો છો. મને આવી અપેક્ષા નહોતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *