પતંગ બજારમાં ભીડ જામતા ચક્કાજામ, સાધન-સામગ્રીના ભાવ વધતા રસિયાઓ નારાજ

0

[ad_1]

  • દ્વીચક્રી વાહન ચાલકોએ દોરાથી બચવા તકેદારી રાખવા અનુરોધ
  • પતંગોત્સવની સાધન-સામગ્રીના ભાવમાં 15થી 20 ટકાનો વધારો
  • રીલ સુતવાનો-પાવાનો ધંધો પખવાડિયા પૂર્વેથી શરુ થઇ ગયો

ઉત્તરાયણને 9 દિવસનો સમય બાકી છે. એ પૂર્વે પતંગ બજારમાં શહેર-જિલ્લાના ગ્રાહકોની ભીડ જામવા માંડી છે. પતંગોત્સવ માટેની તમામ સાધન-સામગ્રીનો ભાવ આ વર્ષે 15 થી 20 ટકા વધ્યો હોવા છતા ઉત્સાહમાં ઓટ વર્તાતી નથી.

વડોદરા શહેરના ચૌરે-ચૌરે ઉત્તરપ્રદેશના બરેલી, લખનઉ, રાજસ્થાનના જયપુર, સુરત સહિતના વિસ્તારોના કારીગરોએ રીલ સુતવાનો-પાવાનો ધંધો પખવાડિયા પૂર્વેથી શરુ કરી દીધો છે. તેઓને મદદ કરવા આજવા નજીકના રામેસરા, ભરૂચના ભેંસાણ, સુરત સહિત અન્ય વિસ્તારોના કારીગરો રાઉન્ડ ધી ક્લોક મહેનત કરી રહ્યા છે. આ વર્ષે 5000 વારની રીલ સુતવાનો ભાવ(દોરો માંજનારા)કારીગરોની નામના-ગુડવિલને આધારે રૂ.200થી 500 વચ્ચે રમે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દોરો સુતવા કાચનો પાવડર, સરસ, ફેવિકોલ, લાબડું, ભાત, રસાયણિક કલર સહિતના દ્રવ્યો(ડખલીયું-લુદ્દી)નો ઉપયોગ જારી છે.

અલબત્ત, તલવારની ધાર જેવા તિક્ષ્ણ દોરાએ શહેરના આશાસ્પદ બે યુવાનોની જીંદગી હણી લેતા નગરમાં શોકની કાલિમા વ્યાપેલી છે. દરમિયાનમાં સિનીયર સિટીજન્સે એવો આક્રોશ ઠાલવ્યો હતો કે ચાઇનાના દોરા સહિતની સામગ્રી પર પ્રતિબંધ હોવાછતા શા માટે બજારમાં વેચાય છે? જ્યારે, બીજીબાજુ જાહેરમાર્ગ પર પતંગ ઉડાડતા કે કપાયેલી પતંગ પકડવા આડેધડ દોડા-દોડી કરતા વ્યક્તિઓ સામે પણ આકરા પગલા ભરાવા જોઇએ. જે સાથે દ્વીચક્રી વાહન ચાલકોએ પણ દોરાથી બચવા ગળા પર મફલર કે અન્ય મજબુત કાપડનું આવરણ લપેટવા સહિત ટુ-વ્હિલર ફાસ્ટ ન ચલાવવા અનુરોધ કર્યો છે. ગેંડીગેટના મુખ્ય પતંગ બજારમાં ઉત્તરાયણ પૂર્વે જ ગ્રાહકોની ભીડ જામવા માંડતા ચક્કાજામના દ્રશ્યો સર્જાતા રહે છે. માનવો-પંખીઓ માટે ઘાતક ગણાતા સુતેલા દોરા પર પણ આંશિક પ્રતિબંધ જરૂરી હોવાનો સૂર ઉઠયો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *