અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડને લઈને એક બાદ એક મોટા ખુલાસો થઈ રહ્યા છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલના કાંડને લઈને વધુ એક મોટો ખુલાસો થયો છે. PMJAY કાર્ડ અંતર્ગત કરોડો રૂપિયા ખ્યાતિ હોસ્પિટલે ઓપરેશન ના લીધા છે. એપ્રિલ 2022થી ખ્યાતિ હોસ્પિટલ મા કાર્ડ માટે એમપેનલ થયેલી છે.
ખ્યાતિ હોસ્પિડલના માફિયાઓએ 16 કરોડથી વધુની રકમ 2 વર્ષમાં મેળવી
PMJAY કાર્ડ અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલે કરોડો રૂપિયા ઘરભેગા કર્યા છે. ખ્યાતિ હોસ્પિટલે PMJAY કાર્ડના ઓપરેશનના નાણાં લીધા છે. માત્ર બે વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલે 16 કરોડ રૂપિયા PMJAY કાર્ડ અંતગર્ત લીધા છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે માત્ર એન્જિયોગ્રાફી અને એન્જિયો પ્લાસ્ટિકની જ 16 કરોડથી વધુની રકમ બે વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલે મેળવી છે. આ સાથે જ અત્યાર સુધી 3,578 કાર્ડને પ્રિઓથ આપવામાં આવી હતી અને તેની અંદાજે ક્લેમની કિંમત 17.34 કરોડ રૂપિયા થાય છે. ખ્યાતિના કાંડ સામે આવ્યા ત્યાં સુધીમાં 3,513 ક્લેમ મંજુર કરવામાં આવ્યા છે.
પોલીસે 5 ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા
બીજી તરફ ખ્યાતિકાંડ મુદ્દે મોટી સફળતા પણ મળી છે. પોલીસે 5 ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતને ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે જ CEO રાહુલ જૈન, મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ સહિત કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓ ઝડપી લેવાનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પોલીસ પકડથી બચવા માટે આરોપીઓએ સીમકાર્ડ બંધ કર્યા હતા અને કોન્ટેક્ટમાં રહેલા લોકોએ નવા સીમકાર્ડ ખરીદ્યા હતા. ત્યારે નવા સીમકાર્ડની લીંક મળતા ક્રાઈમબ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
હજુ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર
જો કે હજુ કાર્તિક પટેલ, સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી પોલીસ પકડથી દૂર છે. ખ્યાતિના સંચાલક કાર્તિક પટેલ હજુ પોલીસ પકડથી દૂર છે અને 14 દિવસ બાદ કાર્તિક સામે રેડ કોર્નર નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે. કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ પહોંચી ગયો છે અને તેને ઝડપી લેવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.