15.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
15.7 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતઅમદાવાદખ્યાતિકાંડને લઈ અત્યાર સુધીના મોટા સમાચાર, સરકાર સાથે છેતરપિંડીના રૂપિયા કરાશે રિક્વર

ખ્યાતિકાંડને લઈ અત્યાર સુધીના મોટા સમાચાર, સરકાર સાથે છેતરપિંડીના રૂપિયા કરાશે રિક્વર


ખ્યાતિકાંડને લઈ અત્યાર સુધીના મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાંતિકાંડની તપાસમાં હવે IT વિભાગ જોતરાશે. તપાસ પૂર્ણ અને કોર્ટના આદેશ બાદ આરોપીઓની મિલકત ટાંચમાં લેવામાં આવશે. આ સાથે સરકાર સાથે છેતરપિંડીના રૂપિયા રિક્વર કરીને પગાર અને આવકથી વધુ સંપત્તિ અંગે તપાસ કરાશે.

મળતી માહિતી મુજબ, ખ્યાતિ હોસ્પિટલ કેસમાં હવે ઇન્કમટેક્સે ઝંપલાવશે. ક્રાઈમ બ્રાન્ચ આરોપીની મિલકતની માહિતી ITને આપશે. ખ્યાતિ હોસ્પિટલ બોગસ ઓપરેશનનો મામલે આરોપીઓની મિલકત ટાંચમાં લેવા IT વિભાગ હવે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરશે. આ સાથે સરકાર સાથે થયેલી છેતરપિંડીના રૂપિયા રિકવર કરવામાં પણ આવશે. તપાસ પૂર્ણ થાય અને કોર્ટના આદેશ બાદ મિલકત ટાંચમાં લેવામાં આવશે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓની મિલકતની માહિતી ઇન્કમટેક્સને આપશે. જેથી આરોપીઓના પગાર અને આવકથી વધુની સંપતિ અંગે તપાસ કરવામાં આવશે.

રિમાન્ડ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ શરૂ

રિમાન્ડ દરમિયાન CEO ચિરાગ રાજપૂતના ઘરે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ પુરાવા એકઠા કરવા પહોંચી. અગાઉ કરેલી તપાસમાં 54 બોટલ દારૂ સહિત ઘણા બધા દસ્તાવેજી પુરાવા મળ્યા હતા. ચિરાગ રાજપૂતે પોતાના ઘરમાં ગુપ્ત જગ્યાએ કોઈ પુરાવા સંતાડ્યા છે કે કેમ તેની તપાસ કરાશે.

CEO ચિરાગ રાજપૂતની ટોળકીને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાઈ

ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, રાહુલ જૈન સહિત પાંચ શખ્સોને કાળા બુરખા પહેરાવીને ક્રાઈમ બ્રાન્ચે ગુરૂવાર સાંજે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં ક્રાઈમ બ્રાન્ચે નાટકીય ઢબે ડૉક્ટરોને સાથે રાખીને એક કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચે માત્ર બે CPU અને ફાઇલો જપ્ત કરી હતી. બીજી તરફ, PMJAY ઓફિસના અધિકારીથી લઈને કર્મીઓ તપાસમાં સહયોગ પૂરતો આપી રહ્યા નથી અને કેટલીક વિગતો છૂપાવી રહ્યા હોવાથી ક્રાઈમ બ્રાન્ચે BNS 175 મુજબ PMJAYની ઓફિસને નોટિસ મોકલી આપી છે. ડૉક્ટર સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારીને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની 3 ટીમોએ અલગ-અલગ શહેરોમાં શોધખોળ હાથધરી છે.

ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, ડૉક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારીએ કરોડો રૂપિયા કમાવવા દર્દીઓના વગર વાંકે હાર્ટના ઓપરેશન કરીને PMJAYમાંથી 25 કરોડથી વધુ રકમ મેળવી હોવાનું ક્રાઇમ બાન્ચની તપાસમાં આવ્યુ છે. પોલીસે પકડેલા CEO ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુરૂવાર સાંજે કાળા બુરખા પહેરાવીને ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં ક્રાઈમ બાન્ચે પાંચ આરોપીને સાથે રાખીને એક કલાક સુધી નાટકીય સર્ચ ઓપરેશન કરીને માત્ર બે CPU અને ફાઇલો જપ્ત કરી હતી.

જો કે, અગાઉ પણ ડૉક્ટર પ્રશાંતને સાથે રાખીને ક્રાઈમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન કર્યું ત્યારે કેમ આ બે CPU સહિતની ફાઈલો કબ્જે ન કરી હોવાથી અનેક શંકાઓ ઉપજે તેવી કાર્યવાહી થઈ રહી છે. બીજી તરફ, ક્રાઈમ બ્રાન્ચે PMJAYની ઓફિસમાંથી 11 મુદ્દાઓ અંગે માહિતી માગી હતી પરંતુ PMJAYની ઓફિસના અધિકારીઓથી લઈને કર્મીઓ ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં સહયોગ આપતા ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેના પગલે ક્રાઈમ બ્રાન્ચે હવે PMJAYના અધિકારીઓથી લઈને કર્મીઓને BNS એક્ટ 175 મુજબની નોટીસ પાઠવી હોવાનુ સામે આવ્યું છે. રિમાન્ડ દરમ્યાન ચિરાગ રાજપૂતે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ તેણે ખ્યાતિ હોસ્પિટલમાં 1.25 કરોડનું રોકાણ કર્યાનું નિવેદન આપ્યું છે.

જમીનના ધંધામાં સંપર્કો થયા અને કાર્તિક પટેલ ઇન્વેસ્ટર બની ગયો

ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ 1995થી જમીન અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તે ધીમે ધીમે બ્યૂરોક્રેટ્સ અને રાજકારણીઓના સંપર્કમાં આવવા લાગ્યો અને સમય જતાં આ સંબંધોને કારણે તે જમીનોમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવા લાગ્યો. આ બધાની વચ્ચે 2022માં તેનો સંપર્ક ચિરાગ રાજપૂત સાથે થયો. જોકે એ સમયે ચિરાગ રાજપૂત મેડિકલ રિપ્રેઝન્ટેટિવ(MR) હતો. તે મેડિકલ માર્કેટિંગ કરવાની સાથે સાથે હવે એક સ્ટેપ આગળ વધવા માગતો હતો અને તેણે કાર્તિક પટેલ સાથે મળી હોસ્પિટલ ટેકઓવર કરવા યોજના ઘડી કાઢી.

કાર્તિક પટેલનું મહત્ત્વનું કામ ઇન્વેસ્ટમેન્ટનું હતું એટલે હોસ્પિટલ ચલાવવા માટે જે ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત હતી તે કાર્તિક પટેલે પૂર્ણ કરી. ત્યાર બાદ ખ્યાતિ હોસ્પિટલને ટેકઓવર કરી પોતે ચેરમેન અને ચિરાગ રાજપૂત એમાં CEO તરીકે ગોઠવાઈ ગયો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય