ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને 6 વર્ષ પૂર્ણ થવાની કરાશે ઉજવણી

0

[ad_1]

  • સીએમની ખાસ ઉપસ્થિતિમાં યોજાશે અનેક કાર્યક્રમો
  • આરોગ્ય અને શૈક્ષણિક ભવનનું ખાતમુહૂર્ત કરાશે
  • ધાર્મિક કાર્યક્રમો સાથે દાતાઓનું સન્માન કરાશે

રાજકોટ જિલ્લામાં જેતપુર નજીક કાગવડ ખાતે આવેલ ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આગામી તારીખ 21ના રોજ 6 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે, તેની ઉજવણી કરવા માટે વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં આજે પત્રકાર પરિષદ યોજીને ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે વિગતો આપી હતી.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ખોડલધામ કાગવડ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. અમે આ તકે ધાર્મિક કાર્યક્રમો સાથે દાતાઓનું સન્માન પણ કરવાના છીએ. સાથોસાથ આરોગ્ય અને શિક્ષણની સેવાઓ માટે બનાવવામાં આવી રહેલ ભવનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. ખોડલધામમાં યજ્ઞ યોજાશે અને સાથે ધજા પણ ચડાવવામાં આવનાર છે. ખોડલધામ સંસ્થા દ્વારા આગામી સમયમાં શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ઊભી થશે. તેમાં કોઈપણ જાતના ભેદભાવ વગર સેવા કરવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *