29.7 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, મે 14, 2025
29.7 C
Surat
બુધવાર, મે 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાKheralu: કપડામાં વિંટાળીને રોડ પર ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળતા ખળભળાટ

Kheralu: કપડામાં વિંટાળીને રોડ પર ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળતા ખળભળાટ


મહેસાણાના ખેરાલુમાં નવજાત બાળકીને ત્યજી દેવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. સ્થાનિકોને વૃંદાવન ચોકડી પાસે રોડ પરથી બાળકી મળી આવતા 108ને જાણ કરી હતી. કપડામાં લપેટીને બાળકીને રોડ પર ત્યજી દેવામાં આવી હતી. 108ની ટીમે કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચીને બાળકીને સારવાર આપી હતી. હાલમાં બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બાળકી મળતાં જ રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં.

ખેરાલુ પોલીસે તપાસ શરૂ કરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણાના ખેરાલુમાં વૃંદાવન ચોકડી પાસે રોડ પરથી કપડામાં લપેટીને ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્થાનિકોએ આ અંગે 108ની ટીમને જાણ કરતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીને સારવાર આપ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. આ બાળકી કોણે ત્યજી તે અંગે ખેરાલુ પોલીસે તપાસ શરૂ કરી છે.

બાળકીનું વજન 800 ગ્રામ છે

હાલમાં બાળકીની અવસ્થા ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બાળકીનું વજન 800 ગ્રામ છે તેને સારવાર આપીને ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર અર્થે બાળકીને વડનગર ખસેડાઈ હતી. બાળકી મળતાં જ સ્થાનિક લોકો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં. ખેરાલુ પોલીસે બાળકીને ત્યજનાર અજાણ્યા વ્યક્તિ સામે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય