ખીયર ઢુંકડી, છેલ્લા રવિવારે પતંગ પર્વની એસેસરીઝની ખરીદી માટે ભારે ભીડ જામી

0

[ad_1]

Updated: Jan 8th, 2023

– શનિવારે શહેરના ગગનમાં અવનવી પતંગો વચ્ચે ટકકર જામશે

– આ વર્ષે શનિવાર અને રવિવાર બે દિવસ સતત ઉત્તરાયણનો આનંદ વિશેષ જામશે,પતંગપ્રેમીઓમાં ભારે ઉત્સાહ

ભાવનગર : પતંગ પર્વને આડે હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મકરસંક્રાંતિના તહેવાર અગાઉના છેલ્લા રવિવારે શહેરના વિવિધ વ્યાપારી વિસ્તારોમાં પતંગ, દોરી, ફિરકી, ગોગલ્સ તેમજ ચિત્ર વિચિત્ર અવાજ કરતા ભુંગળાઓ સહિતની અઢળક એસેસરીઝની અંતિમ તબકકાની ખરીદી માટે બજારોમાં ધૂમ ગીર્દી જામી રહી છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં આગામી તા.૧૪.૧ ને શનિવારે ઉત્તરાયણ પર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. મકરસંક્રાતિના પર્વના એક માસ અગાઉથી દરરોજ શહેરના આકાશમાં એક એકથી ચડીયાતા અવનવા રંગ તેમજ સાઇઝના રંગબેરંગી પતંગો ચગવા લાગે છે અને દિવસે દિવસે પતંગ ચગાવવાવાળાઓની સંખ્યામાં પણ વધારો થતો જાય છે.આ વર્ષે પણ કોરોના હળવો રહેતા ગાઈડલાઈન્સ દૂર કરાતા ખીયરની ઉજવણીનો હર્ષોલ્લાસ વિશેષ જામશે. આ વર્ષે શનિવારે ખીયર અને રવિવારે જાહેર રજાના દિવસે વિશેષ કરીને વાસી ખિયરની ઉજવણી કરાશે. પતંગપર્વને અનુલક્ષીને આગામી તા.૧૪ ને શનિવારે આખો દિવસ પતંગરસિકો અગાશી, ધાબા કે છાપરા પર જ પતંગ, દોરી, ટોપી,ચશ્મા તેમજ ચિત્રવિચિત્ર અવાજ કરતા ભૂંગળાઓ સહિતની એસેસરીઝ તેમજ ચીકી, લાડવા, શેરડી, બોર વગેરે ખાદ્યસામગ્રીઓ સાથે ધામા નાખશે તેમજ સમવયસ્ક મિત્રો સાથે વીતાવશે. આ વેળા ભાવેણાનું ગગન એક એકથી ચડીયાતા અને રંગબેરંગી પતંગોથી છવાઈ જશે. આબાલવૃધ્ધ સૌ કોઈ ગગનમાં જામનાર લાલ,લીલા, સફેદ, ગુલાબી, પીળા અને કાળા વગેરે રંગના તેમજ સ્ટાર સહિતની અવનવી ડિઝાઈનના પતંગો સાથે પોતાની પતંગના પેચ લગાવી તેના દોરને કાપવાનો અનોખો આનંદ માણશે. અને સવારથી જ જો જાય…., કાયપો છે… ના ગગનભેદી નારા ગુંજતા કર્ણપ્રિય થઈ જશે. ખીયર અગાઉના છેલ્લા રવિવારે શહેરના જવાહર મેદાન, હેવમોર ચોક સહિતના સ્થળોએ માંજાવાળાઓને ત્યાં તેમજ પીરછલ્લા, વોરાબજાર તેમજ ઘોઘાગેટ તેમજ મોતીબાગ સહિતના વિસ્તારોમાં આવેલ પતંગ દોરાના છુટક અને જથ્થાબંધ વિક્રેતાઓને ત્યાં મોડી સાંજ સુધી ધૂમ ગીર્દી જોવા મળી હતી. 

અબોલ પક્ષીઓને ઈજા ન થાય તે રીતે શોખ પુરો કરવા અનુરોધ

કુદરતના અમૂલ્ય નજરાણા સમાન અબોલ પક્ષીઓને ગગનમાં મુકત મને વિહાર કરવા દેવા જોઈએ, એટલે કે, ખાસ કરીને સવારે ૬ થી ૮ અને સાંજે ૫ વાગ્યા બાદ પતંગ ન ચગાવવા જોઈએ તેવો જીવ રક્ષક દળના બ્રીજેશભાઈ શાહએ પતંગપ્રેમીઓને અનુરોધ કરી વધુમાં જણાવ  હતુ કે, પતંગમાં વપરાયેલા કાતીલ દોરા જયાં ત્યાં ન ફેંકતા એક સ્થળે એકત્ર કરી તેનો યોગ્ય રીતે નાશકરવાથી આ ધારદાર દોરા નિર્દોષ પક્ષીઓને મોતના મુખમાંથી બચાવી શકાશે. તેમજ જીવ રક્ષક દળની શહેરના ગંગાજળીયા તળાવ ખાતે આવેલ એનીમલ હોસ્પિટલ સહિતના સ્થળોએ પતંગના ધારદાર દોરાથી કે અન્ય કારણસર ઘાયલ થનાર અબોલ પક્ષીઓ માટે ખાસ સારવાર કેમ્પનું આયોજન કરાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *