પૌરાણિક ગ્રંથો અનુસાર ખરમાસ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. પરંતુ પૂજા, દાન અને ખરીદી કરી શકાય છે. ખરીદી માટે પણ શુભ મુહૂર્ત હોય છે અને પોતાની યથાશક્તિ પ્રમાણે દરરોજ જરૂરિયાતમંદ લોકોને દાન આપી શકાય છે. 15 ડિસેમ્બરે, રાત્રે 10:19 વાગ્યે, સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ગુરુની રાશિ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. આ પછી 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ ખરમાસ સમાપ્ત થઈ જશે. આ એક મહિના દરમિયાન કોઈ શુભ કાર્ય થઈ શકતું નથી.
આ દિવસો દરમિયાન, મંત્રોચ્ચાર, દાન, નદી સ્નાન અને તીર્થસ્થાનોની મુલાકાત લેવાની પરંપરા છે
આ દિવસો દરમિયાન, મંત્રોચ્ચાર, દાન, નદી સ્નાન અને તીર્થસ્થાનોની મુલાકાત લેવાની પરંપરા છે. આ પરંપરાને કારણે ખરમાસના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરવા આવે છે. તેમજ પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરોમાં ભક્તોની સંખ્યામાં વધારો થાય છે.
ખરમાસ વર્ષમાં બે વાર આવે
વર્ષમાં એકવાર, સૂર્ય ગુરુના ધનુરાશિ અને મીન રાશિમાં પ્રવેશ કરે છે. આ રીતે ખરમાસ વર્ષમાં બે વાર આવે છે. સૂર્ય વર્ષમાં બે વખત એક મહિના માટે ગુરુના સાંનિધ્યમાં રહે છે. તેમાં 15મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી સુધી ધનુરાશિ અને 15મી માર્ચથી 15મી એપ્રિલ સુધી મીન રાશિનો સમાવેશ થાય છે, તેથી આ 2 મહિનામાં જ્યારે સૂર્ય અને ગુરુનો સંયોગ હોય ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.
મોસમી ફેરફારો સૂર્યના કારણે થાય છે
સૂર્યની રાશિમાં પરિવર્તનને કારણે ઋતુઓ બદલાય છે. ખરમાસ દરમિયાન હેમંતની મોસમ પ્રવર્તે છે. જેમ જેમ સૂર્ય ધનુરાશિમાં પ્રવેશ કરે છે, તેમ તેમ દિવસો ટૂંકા અને રાત લાંબી થઈ જાય છે. સાથે જ હવામાન પણ બદલાવા લાગે છે. ગુરુની રાશિમાં સૂર્યના આગમનને કારણે હવામાનમાં અચાનક અનિચ્છનીય ફેરફારો થાય છે. તેથી, ખરમાસ દરમિયાન ઘણી વખત વાદળો, ધુમ્મસ, વરસાદ અને હિમવર્ષા થાય છે.