દેશને ખાન હિરો અને મુસ્લિમ હિરોઈનો માટે પક્ષપાત : કંગના

0

[ad_1]

Updated: Jan 29th, 2023


નફરત વિરોધી નિવેદન કરવા જતાં ખુદ ફસાઈ

બોલીવૂડ ફિલ્મોની સફળતા-નિષ્ફળતાને ધર્મના ચશ્માથી જોવા બદલ નેટ યૂઝર્સે ઠપકો આપ્યોે  

મુંબઈ: દેશને ખાન હિરો માટે પક્ષપાત છે અને મુસ્લિમ હિરોઈનોનું વળગણ છે એવાં વિધાન કરીને અભિનેત્રી કંગના રણૌત ફસાઈ છે. લોકોએ તેને બોલીવૂડ ફિલ્મોની સફળતાના ધર્મના ત્રાજવે તોલવાં બદલ આકરો ઠપકો આપ્યો છે.     

લગભગ પોણા બે વર્ષથી કંગનાનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે તેને ફરી એકાઉન્ટ મળ્યું છે તો ત્યારથી તે બોલીવૂડને ભાંડી રહી છે.

તેમાં પણ પોતાની ફિલ્મો છેલ્લાં કેટલાંય વર્ષોથી સુપરફલોપ જઈ રહી હોવાથી “પઠાણ’ના કલેક્શનના આંકડા વિશે બેફામ પોસ્ટસ કરી રહી છે. 

તાજેતરમાં તેણે ટ્વિટ કર્યુ હતું કે આપણા દેશના લોકોેને ખાન હિરો માટે પક્ષપાત છે અને મુસ્લિમ હિરોનું વળગણ છે.

આથી આ દેશને નફરત કે ફાસીવાદની માનસિકતા ધરાવતો હોવાનો આરોપ લગાવવાનું ખોટું છે. 

કંગના કદાચ દેશમાં નફરત જેવું કાંઈ નથી અને લોકો હિંદુ-મુસ્લિમના ભેદભાવ વગર ફિલ્મો જોએ છે એમ કહેવા માગતી હતી પરંતુ તેની પોસ્ટના ડ્રાફટિંગમાં તે ખુદ ફસાઈ હતી.

લોકોએ તેની આકરી ટીકા કરી હતી.

નેટ યૂઝર્સે કંગનાને જણાવ્યું હતું કે તેણે ધર્મનાં કાટલાંથી બોલીવૂડની સફળતા કે નિષ્ફળતા માપવી જોઈએ નહીં. 

કોઈએ તો એમ પણ કહ્યું હતું કે તારી ફિલ્મો તો ફલોપ જાય છે તો શું આ દેશનો ભાગ નથી એમ તું કહેવા માગે છે. કોઈએ કહ્યું હતુ ંકે તને દરેક બાબતને ધર્મના ચશ્માથી જોવાની બીમારી લાગુ પડી છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *