હોમગ્રાઉન્ડમાં કોહલીની 200 ઇન્ટરનેશનલ મેચ પૂરી, સચિન-ધોનીની ક્લબમાં સામેલ

0

[ad_1]

  • ઘરઆંગણે 200 મેચ રમનાર કોહલી ભારતનો ત્રીજો વિશ્વનો 13મો ખેલાડી
  • સચિને 258 અને ધોનીએ 202 મેચ ઘરઆંગણે રમી હતી
  • ઘરઆંગણે સર્વાધિક મેચ રમવાનો રેકોર્ડ એલન બોર્ડરના નામે

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં મેદાનમાં ઉતરવાની સાથે વિરાટ કોહલીએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ત્રણેય ફોર્મેટમાં ઘરઆંગણાના મેદાનમાં 200 ઇન્ટરનેશનલ મેચ પૂરી હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર તે ભારતનો ત્રીજો અને ઓવરઓલ 13મો ખેલાડી બની ગયો હતો.

ધોની-સચિનની ઇલિટ ક્લબમાં કોહલી સામેલ

કોહલી હવે ધોની અને સચિનની ઇલિટ ક્લબમાં સામેલ થઈ ગયો છે. સચિને ઘરઆંગણે ત્રણેય ફોર્મેટમાં 258 મેચ અને ધોનીએ 202 મેચ રમી હતી. ઓવરઓલ ઘરઆંગણે સર્વાધિક ઇન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી એલન બોર્ડરના નામે છે. બોર્ડરે હોમગ્રાઉન્ડમાં 263 મેચો રમી હતી જેમાં તેણે 9,811 રન બનાવ્યા હતા. આ યાદીમાં સચિન બીજા ક્રમે છે જેણે 259 મેચમાં 14,192 રન બનાવ્યા હતા. શ્રીલંકાના જયવર્દનેએ 249 તથા ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 249 મેચો રમી હતી. જયવર્દનેએ ઘરઆંગણે 11,679 તથા પોન્ટિંગે 13,117 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના સ્ટિવ વોએ ઘરઆંગણે રમેલી 242 મેચમાં 8,875 રન બનાવ્યા હતા. ભારતના મહેન્દ્રસિંહ ધોનીએ 202 મેચમાં 7,401 રન બનાવ્યા હતા. કોહલી 200 મેચમાં દસ હજાર કરતાં વધારે રન બનાવી ચૂક્યો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *