વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જોન ટિનિસવુડનું 112 વર્ષની વયે નિધન થયું છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ (GWR)એ મંગળવારે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. GWRએ કહ્યું કે જોન ટિનિસવુડનું 25 નવેમ્બર, 2024ના રોજ ઈંગ્લેન્ડના સાઉથપોર્ટમાં એક વૃદ્ધાશ્રમમાં નિધન થયું હતું. તેઓેએ તેમના નિધન સુધી સંગીત અને નૃત્યનો આનંદ માણ્યો હતો.
1912માં થયો હતો ટિનિસવુડનો જન્મ
26 ઓગસ્ટ, 1912ના રોજ જન્મેલા ટિનિસવુડે વેનેઝુએલાના 114 વર્ષના જુઆન વિસેન્ટ પેરેઝના મૃત્યુ પછી એપ્રિલ 2024થી વિશ્વના સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ તરીકેનો રેકોર્ડ બનાવ્યો હતો. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ મુજબ ટિનિસવુડ પાસે આ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી કે તે આટલા લાંબા સમય સુધી જીવિત રહેવામાં કેવી રીતે સફળ રહ્યા, તેઓ તેને ‘ભગવાનની કૃપા’ ગણાવતા હતા.
સ્વસ્થ રહેવા માટે આપી એક સલાહ
તેમને આ વર્ષની શરૂઆતમાં GWRને કહ્યું હતું કે ‘તમે કાં તો લાંબુ જીવો છો અથવા ટૂંકું જીવો છો અને તમે તેના વિશે કંઈક વધારે નથી કરી શકતા’. જો કે, તેમને સ્વસ્થ રહેવા માટે એક સલાહ આપી હતી ‘દરેક કામ સંયમિત રીતથી કરો’ તે કહેતા હતા કે, ‘તમે ખુબ જ વધારે ખાવ છો પીવો છો અથવા વધારે ચાલો છો’ જો તમે કંઈપણ વધુ પડતું કરો છો તો તમારે આખરે તેનું પરિણામ ભોગવવું પડશે.
નવી પેઢીને જોન ટિનિસવુડે આપી મોટી સલાહ
જોન ટિનિસવુડે નવી પેઢી માટે જીવનની કેટલીક ટીપ્સ પણ આપી હતી. તેમણે કહ્યું, ‘હંમેશા તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો, પછી ભલે તમે કંઈક શીખતા હોવ કે કોઈને શીખવતા હોવ. સમાજને જે આપવું હોય તે આપવાનો પ્રયત્ન કરો. કારણ કે આ વસ્તુઓ તમારી સાથે નહીં જાય. ટિનિસવુડના પરિવારમાં તેમની પુત્રી સુઝાન, ચાર પૌત્રો અને ત્રણ પૌત્ર-પૌત્રો છે. GWR અનુસાર અત્યાર સુધી નોંધાયેલ સૌથી વૃદ્ધ વ્યક્તિ જાપાનના જીરોમોન કિમુરા હતા. તેમનો જન્મ 1897માં થયો હતો અને 2013માં 116 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું.