ફેન ફોટો પડાવવા ખૂબ નજીક જતા જહાનવી અસહજ થઈને કારમાં બેસી ગઈ

0

[ad_1]

  • ફોટોના કારણે કોઈ છોકરીને અનકમ્ફર્ટેબલ ન કરો: યુઝર્સ
  • કેટલાક લોકો જહાનવીને ટ્રોલ કરતા પણ નજરે પડયા
  • સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર જહાનવી કપૂરના ફેટા અને વીડિયો આવતા જ વાઇરલ થઈ જાય છે. આ બધાની વચ્ચે હવે ફ્રી એકવાર અભિનેત્રીનો આવો જ એક વીડિયો જોરશોરથી શેર કરવામાં આવી રહ્યો છે. જો કે આ વખતે જહાનવી આ વીડિયોમાં થોડી અનકર્મ્ફ્ટેબલ દેખાઈ રહી હતી. તાજેતરમાં જ અભિનેત્રી જહાનવીને જિમની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન દર વખતની જેમ આ વખતે પણ પાપારાઝીએ તેમને ઘેરી લીધા હતા. અભિનેત્રી ત્યાં જ પોઝ આપી રહી હતી કે અચાનક એક વ્યક્તિ ભીડમાંથી બહાર આવ્યો અને જહાનવીની નજીક તેના ફેટોઝ ક્લિક કરવા લાગ્યો. અહીં, જહાનવી થોડી અસહજ થઈ જાય છે, જ્યારે તે વ્યક્તિની તેની આટલી નજીક હતો ત્યારે તે તેનાથી દૂર રહેવા પાછળ મૂકેલા કુંડાને પકડી લે છે. વીડિયોને જોઈને સ્પષ્ટ કહી શકાય કે જહાનવીને આ સારું નથી લાગી રહ્યું.

આ જ કારણ હતું કે આ પછી તે સહેજ પણ રોકાયા વિના પોતાની કારમાં બેસીને ત્યાંથી નીકળી ગઈ હતી. હવે આ વીડિયો સામે આવ્યા બાદ યૂઝર્સ તેના પર અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. આ વીડિયો પર કમેન્ટ કરતા એક યૂઝરે લખ્યું કે, ‘ફેટોના કારણે કોઈ છોકરીને અનકર્મ્ફ્ટેબલ ન કરો’, તો બીજાએ લખ્યું કે, ‘જો કોઈ પણ અજાણ્યો વ્યક્તિ તેની આટલી નજીક આવી જશે તો કોઈ પણ છોકરી અનકર્મ્ફ્ટેબલ થશે જ. ફેન્સને ફેટો લેતી વખતે એ પણ ખબર હોવી જોઈએ કે તેઓ ક્યાં સુધી જઈ રહ્યા છે. આ તમામ વચ્ચે કેટલાક લોકો જહાનવીને ટ્રોલ કરતા પણ નજરે પડયા. આમાં જ એક યૂઝરે લખ્યું કે, ‘તે એટલો નજીક પણ નથી ગયો જેટલું તે રિએક્ટ કરી રહી છે. અન્ય એક યૂઝરે લખ્યું, ‘જ્યારે તેઓ એક્ટર્સની નજીક જઈ શકે છે, તો શા માટે તેઓ તેમના ફેન્સની નજીક નથી આવી શકતા, જેમણે તેમને બનાવ્યા છે. મને આ માણસ માટે ખરાબ લાગે છે.’

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *