Jamnagar: આ ગામમાં આહીર સમાજે એવું તે શું કર્યું કે ચારેબાજુ થઇ રહી છે ચર્ચા!

0

[ad_1]

Kishor chudasama, Jamnagar:  જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામે આહીર સમાજ દ્વારા નવો ચીલો ચીતરવામાં આવ્યો છે. જેમાં ગામના તમામ આગેવાનોએ એક સુર અને એક સંપ થઈ સમગ્ર ગામમાં સામુહિક બાળકોના નામકરણ વિધિ કરાવી હતી. એટલે કે એક જ દિવસમાં સમગ્ર ગામમાં જે પણ આહીર સમાજના બાળકોના નામ બારોટજીના ચોપડે ચડાવવાના હોય તેના એક જ દિવસમાં નામકરણ વિધિ કરાઈ હતી. જેમાં મોટી સંખ્યા લોકો ઉમટી પડ્યા હતા અને વેરાવળ ગામના આગેવાનોની પહેલને આવકારી હતી.

55 જેટલા બાળકોનું નામકરણ કરાયું

આહીર સમાજ નવી વેરાવળ દ્વારા બારોટજીના આહિર વંશ પુરાણમાં નામકરણ સંસ્કારનો સામુહિક કાર્યક્રમ યોજાયો હતો. એકી સાથે 55 જેટલા બાળકોનું નામકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે તમામ ગ્રામજનોના સાગા સબંધીઓને બોલાવી અને સામૂહિક ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જેમાં ગામે ગામના લોકો ઉમટી પડ્યા હતા.

બારોટજીએ કરી આગવી ભાષામાં ટકોર

અત્રે ઉલ્લેખનીય છે કે મોટા ભાગે આહીર સમાજમમાં બાળકની નામકરણ વિધિ માટે ખાસ કાર્યકમોનું આયોજન કરાઈ છે. જેમાં સમય અને નાણાંનો વ્યય થતો હોય છે. ત્યારે આ રીતે વ્યક્તિગત એક એક બાળકનું નામકરણ કરવાને બદલે આખા ગામે સામુહિક કાર્યક્રમ રાખીને સમય અને સંપત્તિનો બચાવ કરી અન્ય ગામને પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ વેળાએ આખા ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લઇ વ્યવસ્થા જાળવી હતી. બારોટજી રશ્મિકભાઈ મૂળજીભાઈએ આહીર સમાજને પોતાનો ઇતિહાસ ઉજાગર કરી સત્યના રાહ પર ચાલે એવી એમની આગવી ભાષામાં ટકોર કરી હતી. જેમાં આ પંથકના આહીર સમાજના આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.

તમારા શહેરમાંથી (જામનગર)

First published:

Tags: Local 18, જામનગર

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *