તા. 6 થી 16 મી જાન્યુઆરી સુધી જામનગર – વડોદરા ઇન્ટરસિટી રદ્દ

0

[ad_1]

  • સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને લીધે
  • ઓખા – ભાવનગર, હાપા – મુંબઈ, જામનગર – બાંદ્રા ટ્રેન આંશિક રદ્દ
  • ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 06 થી 16/01 સુધી રદ થશે

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાગડીયા-થાન-લાખામાંચી-દલડીમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે 4 થી 16 જાન્યુઆરી, સુધી રેલ ટ્રાફ્કિને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ્ના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 05 થી 15/01 સુધી રદ, ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 06 થી 16/01 સુધી રદ થશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો માં ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને તા.04 થી 14/01 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી જ ચલાવવામાં આવશે.ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને તા. 05થી 15/01 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી જ ચલાવવામાં આવશે.

 ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસને તા. 04 થી 14/01સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી જ ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને તા.05 થી 15/01 સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી જ ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને તા.05 થી 15/ 01 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી જ ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને તા.05 થી 15/01 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી જ ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફ્ર એક્સપ્રેસને તા. 05 , 07 , 09 , 12 અને 14ના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી જ ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફ્ર એક્સપ્રેસને તા. 06, 08, 10, 13 અને 15ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી જ ચલાવવામાં આવશે. રીશેડયુલ કરેલ ટ્રેનો માં ઓખાથી 05.01.2023 અને 12.01.2023ના રોજ ઉપડનારી ટ્રેન નં. 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસ ને રીશેડયુલ કરવામાં આવશે. આ બંને દિવસે આ ટ્રેન ઓખાથી 2 કલાક 30 મિનિટ મોડી એટલે કે 14.05 કલાકને બદલે 16.35 કલાકે ઉપડશે. માર્ગમાં મોડી થનાર ટ્રેનો માં 04.01.2023 થી 16.01.2023 ના સમયગાળા દર બુધવારના ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે. ગુરુવારના ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.જ્યારે શુક્રવારના ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 45 મિનિટ મોડી થશે. ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19578 જામનગર- તિરુનાલવેલી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *