Jamnagar: આ ખેડૂતની ગોળ બનાવવાની પદ્ધતિ છે અનોખી, 80 લોકોને રોજગારી અને છોતાનો ઉપયોગ તો જુઓ…!

0

[ad_1]

Kishor chudasama, jamnagar: કૃષિ પ્રધાન ભારતમાં કૃષિ ક્ષેત્રએ અવનવા સંશોધન થતા રહે છે. જેમાં પણ હવે ઓર્ગેનિક ખેતી તરફે ખેડૂતોમાં મોટેપાયે જાગૃતિ આવી છે. ખેડૂતોની આવક કેમ વધે તે દિશામાં કામો થઇ રહ્યું છે, આ સંશોધનમાં ગાય આધારિત ખેતી સફળ રહેતી હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ગાય આધારિત ખેતી કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડોઢિયા ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરી નવો રાહ ચીંધ્યો છે.

ડોઢિયા ગામના કમલેશભાઈ જોબનપુત્રાએ 53 વીઘામાં શેરડીનું વાવેતર કર્યું છે. જેમાં પણ ખાસ વાત એ છે કે પાકમાં રાસાયણિક દવા કે રાસાયણીક ખાતરોના ઉપયોગ વખર માત્ર ગાય આધારિત ખેતી કરી વિધે 18 ટન જેટલું જબરું ઉત્પાદન થઈ રહ્યું છે. એટલું જ નહીં વેલ્યુ એડિશન કરી ખેડૂતે પોતાની જ ફેક્ટરીમાં ઓર્ગેનિક ગોળ ઉત્પાદન પણ શરૂ કર્યું છે. આ સિઝનમાં કુલ 100 ટન ગોળનું ઉત્પાદન થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


100 રૂપીયે કિલો ગોળનું વેચાણ

કમલેશભાઈ જોબનપુત્રા છેલ્લાં પાંચ વર્ષથી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. શેરડીનો પાક તૈયાર થયા બાદ કમલેશ જોબનપુત્રા પોતાની વાડીએ ઓર્ગેનિક ગોળ બનાવવાનું શરૂ કર્યું છે. બજારમાં મળતી અનેક વાસ્તુમાં મોટા પ્રમાણમાં ભેળસેળ જોવા મળતી હોય છે. ત્યારે આ ખેડૂતે પોતાની વાડીમાં ગોળ બનવાનો રાબડો શરૂ કર્યો છે અને દરરોજ 2600 કિલો જેટલું જબરું ગોળનું ઉત્પાદન કરી રહ્યા છે. ઓર્ગેનિક ગોળ સ્વાસ્થ્ય માટે સારો હોય ઉપરાંત શિયાળાની ઋતુ હોવાથી મોટે પાયે લોકો ખરીદી રહ્યા છે. બજારમાં ગોળ 60 રૂપિયે કિલો મળી રહ્યો છે જ્યારે અહીં 100 રૂપિયા ભાવ હોવા છતાં લોકો શુદ્ધતાની ગેરન્ટીને લઈ ખરીદી રહ્યા છે.

80 જેટલા લોકોને મળે છે મજૂરી

જોબનપુત્રાએ જણાવ્યું કે શેરડીની કટાઈ કરી ગોળ બનાવવા તૈયાર શેરડી ફેક્ટરીએ લાવ્યા બાદ ગોળ બનાવવાની પ્રક્રિયા શરુ થાય છે. સૌ પ્રથમ શેરડીનું પીલાણ કર્યા બાદ રસને ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ રસમાં રહેલો કચરો અને મલાઈ દુર કરવામાં આવે છે. ગોળમાં કોઈપણ જાતની દવા નાખ્યા વિના ઓર્ગેનિક ગોળ બનાવવામાં આવે છે. હાલ બજારમાં દેશી ઓર્ગેનિક ગોળ મળવો ખૂબ અઘરો છે. ત્યારે જામનગરના આંગણે ખેડૂતે આ ઓર્ગેનિક ગોળ બનાવ્યો છે.હાલ શેરડીના પાક માંથી સીધા ઓર્ગેનિક ગોળ બનાવવામાં આવે છે. ગોળ બનવાની પદ્ધતિમાં 80 જેટલા લોકોને પણ ખેડૂત દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.

ખેડૂતની કોઠાસૂઝને સલામ

વાવેતર, ઉત્પાદન, કમાણીમા તો ખેડૂતની કોઠાસૂઝના દર્શન થાય જ છે પરંતુ વધતા શેરડીના છોતામાંથી આ ખેડૂતએ અદભુત ભેજું વાપર્યું છે. જેમાં ગોળ બનાવામાં વપરાતા મશીનરીમાં ઇંધણ તરીકે છોતાનો ઉપયોગ કરે છે જેથી એક પણ રૂપિયાનો ઇંધણ પાછળ પણ ખર્ચ થતો નથી.

તમારા શહેરમાંથી (જામનગર)

First published:

Tags: Local 18, ખેડૂત, જામનગર

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *