Jamnagar: 87 વર્ષથી અડીખમ રાજાશાહી વખતની સજુબા હાઇસ્કૂલ, જાણવા જેવો છે ઇતિહાસ, જુઓ વીડિયો

0

[ad_1]

Kishor chudasama, Jamnagar: 12 જાન્યુઆરી 1936 ના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિતે જામનગરમાં સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલનો પ્રારંભ થયો હતો. 87 વર્ષથી અનેક દીકરીઓના જીવનમાં શિક્ષણનો અંજવાશ પાથરનાર આ સ્કૂલનો 88 માં વર્ષમાં પ્રવેશ થયો છે. જે નિમિતે શાળા પરિવાર દ્વારા જબરદસ્ત ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ સાંસ્કૃતિક તથા શેક્ષણિન કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાનું ઐતિહાસિક મહત્વ અને ભવ્ય વારસો દર્શાવતી કૃતિઓ રજૂ કરાઈ હતી તેમજ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ કે જેઓએ વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવી શાળા અને જામનગરનું ગૌરવ વધાર્યું છે તેઓને યાદ કરી તેમની ગૌરવગાથા વર્ણવવામાં આવી હતી.


ભવ્ય રાજમહેલ સમાન કન્યા વિદ્યાલય

જામનગર સહિત કાઠિયાવાડ, સૌરાષ્ટ્રની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે જામનગરના રાજવી જામ રણજીતસિંહના શાસન દરમિયાન સજુબા સ્કૂલનો પાયો નખાયો હતો.રાજાશાહી વખતમાં શહેરની અન્ય શાળાઓમાં કુમાર-કન્યાનું સહ શિક્ષણ હોવાથી મોટાભાગના વાલીઓ પોતાની દીકરીઓને શાળાએ ભણવા મોકલવાનું પસંદ કરતા ન હતા. આથી કન્યા કેળવણીને વેગવંતી બનાવવા માટે જામ રણજીતસિંહના શાસનકાળ દરમિયાન દીકરીઓના શિક્ષણના હેતુસર ભવ્ય રાજમહેલ સમાન કન્યા વિદ્યાલયનું નિર્માણ કાર્ય શરૂ થયેલ.

88 માં વર્ષમાં પ્રવેશતી સજુબા સ્કૂલ

ઈ.સ.1936 ની 12 મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી જેવા પાવન અવસરે નવા નગર સ્ટેટના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીના હસ્તે આ શાળાનો પ્રારંભ થયો હતો.તાજેતરમાં 87 વર્ષ પૂર્ણ કરી 88 માં વર્ષમાં પ્રવેશતી આ શાળાની પ્રાચીન ભવ્ય ઈમારત આજ સુધી તેના ભવ્ય વારસાની શાખ રૂપે અડીખમ ઉભી છે.

તમારા શહેરમાંથી (જામનગર)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Local 18, જામનગર

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *