જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી બે દિવસમાં 54 ઢોર પકડી લેવાયા

0

[ad_1]

Updated: Jan 22nd, 2023

શહેરમાંથી જાહેરમાં ઘાસચારો વેચીને ન્યુસન્સ ફેલાવનારા 7 વિક્રેતાઓ સામે ફરિયાદ નોંધાવાઈ

જામનગર, તા. 22 જાન્યુઆરી 2023 રવિવાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તે રઝળતા ઢોરને ડબે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે છેલ્લા બે દિવસ દરમિયાન શહેરમાંથી 54 ઢોર ને પકડીને ડબ્બામાં મૂકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરીને ન્યુસન્સ ફેલાવનારા 7 વિક્રેતાઓ સામે પણ ગુનો દાખલ કરાવ્યો છે.

જામનગર મહાનગર પાલિકા અને પોલીસ ડિપાર્ટમેન્ટની સયુંકત ટીમો મારફત શહેરના અલગ અલગ વિસ્તારો માંથી રખડતા ભટકતા પશુઓ તથા ગાયો પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી  છે, જેમાં છેલ્લા 2 દિવસમાં 54 જેટલા પશુઓ પકડીને ઢોર ડબ્બે મોકલવામાં આવ્યા છે. આથી પશુ માલિકો ને પોતાની માલિકીના ઢોરો/પશુઓ જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવી છે. 

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા ધ્વારા શહેરમાં જાહેરમાં ઘાસચારો વેચાણ કરી ઢોરો એકત્રીત કરવા, ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માત થવાના સંજોગ ઉભા થતા હોઈ વધુ માં જાહેરમાં ન્યુસન્સ કરતા આસમીઓ વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કરવા સબબ કુલ 7 એફ.આઈ.આર છેલ્લા 2 દિવસમાં નોંધાવવામાં  આવી છે. જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરવું તેમજ ટ્રાફિક ને અડચણરૂપ ન્યુસન્સ ફેલાવતા તત્વોને પણ આ તકે તાકીદ કરવામાં આવે છે કે આગામી સમયમાં પણ આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *