Jamnagar: એક વખત 175 વર્ષ જૂની આ દુકાનના પેંડા ખાશો એટલે બીજીવાર મંગાવશો!

0

[ad_1]

Kishor chudasama,Jamnagar:  ભાગ્યે જ કોઈ એવા જામનગરવાસીઓ હશે જેમણે જામનગરના ઠાકર પેંડાવાલાનું નામ ન સાંભળ્યું હોય! જામનગરવાસીઓને આ પેઢીના પેંડા એટલા દાઢે વળગ્યા છે કે લોકો અહીં લાઈનો લગાવે છે. આ ઉપરાંત દેશ, વિદેશમાં રહેતા પોતાના સગાસંબંધીઓને ત્યાં પણ આ પેંડા પહોંચે છે. જેમાં કોઈ પણ જાતની મીલાવટ ન હોવાની ગેરંટી આપવામાં આવતી હોવાથી લોકો આંખો મીંચીને આ પેંડા ખરીદી રહ્યા છે.

જામનગરમાં છેલ્લા 175 વર્ષથી ઠાકર પેંડાવાલા નો દબદબો

જામનગરમાં પેંડા અને મીઠાઈની વાત કરવામાં આવે આવે ત્યારે ઠાકર પેંડાવાલાનું નામ મોખરે આવે છે. આ પેઢી જામનગરમાં છેલ્લા 175 વર્ષથી લોકોને પેંડા ખવડાવતી આવી છે. હાલ પાંચમી પેઢી દ્વારા પેંડા બનાવી વહેંચવામાં આવે છે.

આ પેઢીની વિષેશતા એ છે કે અહીં કોઈ પણ કેમીકલ કે મિલાવટ ન કરવામાં આવતી હોવાની ગેરંટી સાથે દાવો કરવામાં આવે છે. ઉપરાંત ગ્રાહકની સામે જ લાઈવ પેંડા બનાવે છે. વધુમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આ પેઠીને કોઈ પણ પ્રકારનું ભેળસેળ ન કરતા હોવાનું ખાસ સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું છે.

560 રૂપિયા કિલોનો ભાવ

સાથે સાથે ઠાકર પેંડાવાલાની બાસુંદી, જાંબુ અને શિખંડની પણ મોટી માંગ રહે છે.વધુમાં ખાસ વાત એ છે કે પેંડા જામનગરમાં જાણીતા હોવાથી માંગ મોટા પાયે રહે છે પરંતુ અહીં માત્ર બપોર સુધી જ પેંડા બનાવાઈ છે. ત્યારે આ અંગે ઠાકર પેંડાવાલા મધુશુધનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, જ્યારે તેમણે પેઠી સાંભળી ત્યારે એક કિલો પેંડાનો ભાવ 26 રૂપિયા હતો. ત્યારે પણ એજ ક્વોલિટી અપાતી હતી અને હાલ એક કિલો પેંડાનો ભાવ 560 રૂપિયા કરાયો છે આજે પણ એજ મીઠાશ અને ક્વોલિટી અપાઈ છે. જેને લઈને લોકોમાં આજે પણ પેંડાની માંગ રહે છે.

તમારા શહેરમાંથી (જામનગર)

First published:

Tags: Local 18, Sweet, જામનગર

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *