Jamnagar: રોજગાર કચેરીએ યોજ્યો ભરતી મેળો, 400 ચુવાનોને સ્થળ પર જ નોકરી મળી ગઇ!

0

[ad_1]

Kishor chudasama, JAMNAGAR: જામનગર રોજગાર કચેરી દ્વારા મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 630 બેરોજગાર યુવાનો જોડાયા હતા. જેમાંથી 397 યુવાનો અને યુવતીઓને રોજગારી આપવામાં આવી હતી. આ દરમિયાન 30 થી વધુ ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જામનગરના કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મેગા જોબફેરનું આયોજન કરાયું હતું.

સરકારની સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ અંગે અપાઈ માહિતી

કાર્યક્રમમાં રોજગાર મદદનીશ નિયામક સરોજબેન સાંડપા દ્વારા મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સમગ્ર કાર્યક્રમ વિષે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ અધ્યક્ષ અને કલેકટર ડૉ.સૌરભ પારઘીએ નોકરી આપનાર અને રોજગાર ઇચ્છુક ઉમેદવારોને સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ અને જોબફેર વિષે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ ઉપરાંત મેગા જોબફેરનું ઉદ્ઘાટન કર્યું હતું. જામનગર આઈ.પી.ઓ. દર્શિત ભટ્ટે ઉપસ્થિત તમામ ઉમેદવારોને સ્વરોજગારી અંગે લોન અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિષે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ આગેવાનો રહ્યા હાજર

આ મેગા જોબફેરમાં આઈ.ટી.આઈ. ગુલાબનગર આચાર્ય વી.કે. ગાગિયા, ગર્વમેન્ટ પોલિટેકનીક આચાર્ય બલદાણીયા, સિનિયર પ્રોફેસર ડો. નીલેશ ધાણી, ટ્રેઈનીંગ કમ પ્લેસમેન્ટ ઓફિસર ઓઝાભાઈ, ગવર્નમેન્ટ કોમર્સ કોલેજ આચાર્ય ડૉ. ઘેલાણીભાઈ તથા ડૉ. સોનલ જોશી ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની આભારવિધિ આઈ.ટી.આઈ. જામનગરના આચાર્ય જે.એસ. વસોયાએ કરી હતી.

તમારા શહેરમાંથી (જામનગર)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Job, Local 18, જામનગર

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *