jamnagar: ઉમેદવારો ખાસ વાંચે, આર્મી ભરતીની લેખિત પરીક્ષા રાજકોટને બદલે આ શહેરમાં યોજાશે

0

[ad_1]

Kishor chudasama, Jamnagar:  ભારતીય સેનામાં ભરતીને પગલે દેશ સેવામાં જોડાવા માટે સૌરાષ્ટ્રના મોટી સંખ્યામાં ઉમેદવારએ અરજી કરી હતી. ત્યારબાદ આર્મી દ્વારા મંજુર થયેલી અરજીના ઉમેદવારોને પરીક્ષા માટેના એડમીટ કાર્ડ અપાયા છે. જે પરીક્ષાનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં હવે બદલાવ કરીને જામનગર ખાતે પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. પરીક્ષાના સ્થળમાં ભરતી ઓફીસ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર ખાતે ભરતી યોજાશે

અગાઉ જાહેર થયા મુજબ આ ભરતીની પ્રક્રિયા રાજકોટ ખાતે આયોજન હતું. બાદમાં હવે આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગરના પત્ર અનુસાર રાજકોટ ખાતે યોજાયેલી આર્મી ભરતી રેલીમાં લેખિત પરીક્ષાનું સ્થળ બદલીને હવે જામનગર રાખવામાં આવ્યું છે. તા.૧૫ના રોજ એડમીટ કાર્ડ મેળવેલા ઉમેદવારોની કોમન એન્ટ્રન્સ એક્ઝામ ઈન્ફન્ટ્રી લાઈન, સોમનાથ ગેઈટ જામનગર ખાતે રાખવામાં આવી છે.

તા. 15 ના રોજ યોજાશે 15 CEEની એકઝામ

ઉલ્લેખનીય છે કે ઉમેદવારો માટે કોમન એન્ટ્રન્સ એકઝામ (CEE) આગામી તા.૧૫ના રોજ યોજાઇ રહી છે.આ અંm.ગે વધુ માહિતી માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અને આર્મી રિકૃટમેન્ટ કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.

તમારા શહેરમાંથી (જામનગર)

First published:

Tags: Local 18, આર્મી, જામનગર, રાજકોટ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *