Jamnagar: ભાઇ..ભાઇ..સૌરાષ્ટ્રની શાન છકડામાં ફુલેકું,…લોકો કામ-ધંધા છોડી જોવા નીકળ્યા, જુઓ VIDEO

0

[ad_1]

Kishor chudasama, Jamnagar: રાજ્યમાં હાલ લગ્નની ધોમ સિઝન ખુલી છે. ત્યારે જામનગરમાં પણ અનેક પરિવારોના આંગણે શુભ લગ્નના ઢોલ ઢબુકી રહ્યા છે આવી સ્થિતિમાં યજમાન પરિવાર દ્વારા લગ્નના મંગલ પ્રસંગને યાદગાર અને અનોખો બનાવવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. તેવામાં જામનગરમાં એક અનોખા લગ્ન યોજાયા હતા. હાથીની અંબાળી કે કાઢીયાવાડી ઘોડા તથા રંગબેરંગી કાર નહિ પરંતુ સૌરાષ્ટ્રની શાન ગણાતા છકડામાં ફુલેકુ કાઢવામાં આવ્યું હતું. મકરાણી પરિવારના આંગણે ઉજવાયેલા આ પ્રસંગે જામનગરવાસીઓમાં જબરું આકર્ષણ જમાવ્યું હતું. આવું કદાચ કદાચ સૌરાષ્ટ્ર અને કચ્છ કાઠિયાવાડમાં જ શક્ય છે.


છકડામાં કાઢ્યું ફૂલેકુ

જામનગરમાં હાલ ઠંડીના માહોલ વચ્ચે લગ્નની સિઝનમાં ગરમી આવી રહી છે.આ દરમિયાન ઘોડાગાડી, હાથીની અંબાડી અને મોંઘીદાટ કારમાં અત્યાર સુંધી ખૂબ લગ્નના ભૂલેકા નીકળતાં તમે નિહાળ્યા હશે. આ અનોખા લગ્નની વાત એમ છે કે જામનગરમાં રહેતા રફિકભાઈ સીદીભાઈ મકરાણી શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ખાંડ બજાર પાસે વર્ષોથી છકડા રીપેર કરવાનો અને નવા છકડા બનાવવાનો વ્યવસાય કરે છે અને તેમણે છકડા પ્રત્યે અને પોતાના વ્યવસાય પ્રત્યે અદભુત વ્હાલ છે.

આથી રફિકભાઈએ છકડાનો વટ વધારવા પોતાના પુત્રના લગ્નમાં ફુલેકુ ઘોડાગાડી પર નહીં પરંતુ જે પોતાનો વ્યવસાય અને વ્હાલ એવા છકડામાં કાઢ્યું હતું.


નવતર ફુલેકુ જોવા લોકો ઉમટી પડ્યા

તેમણે પોતાના પ્રિય એવા છકડામાં અનોખું કરવાનો વિચાર આવ્યા બાદ રફિકભાઈ છકડાનો લાલ, પીળા ફુલથી શણગાર્યો હતો અને તેમા પોસ્ટર ફોટા લગાવી વરરાજાનું ફુલેકુ કાઢ્યું હતું. છકડામાં ફુલેકું નીકળતા શહેરના લોકોમાં વિશેષઆકર્ષણ ફેલાયું હતું અને આ

તમારા શહેરમાંથી (જામનગર)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Local 18, Wedding, જામનગર

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *