જયશંકરે પાકિસ્તાનને 'આતંકવાદી' ગણાવ્યું, યુરોપને સમજાવ્યું-આતંકવાદ વૈશ્વિક સમસ્યા

0

[ad_1]

  • જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા
  • ઓસ્ટ્રિયન નેતાઓને મળીને આંતકવાદ અંગે ચર્ચા કરી
  • જયશંકરે ઓસ્ટ્રિયામાં અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઓસ્ટ્રિયાના પ્રવાસે હતા. અહીં તેમણે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને જેમાંથી એક આતંકવાદ હતો. એક ઈન્ટરવ્યુમાં જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા અને યુરોપને સમજાવ્યું હતું કે, આતંકવાદ સમગ્ર વિશ્વની સમસ્યા છે. આ પહેલા પણ જ્યારે તેઓ ઓસ્ટ્રિયાના નેતાઓને મળ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, આતંકવાદનું કેન્દ્ર ભારતની ખૂબ નજીક છે. તેમણે યુરોપના નેતાઓને કહ્યું હતું કે, કેવી રીતે આતંકવાદ શાંતિ અને સ્થિરતા માટે મોટો ખતરો છે.

પાકિસ્તાન બધું જાણે છે

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ એ જ દેશ છે જેણે ભારતની સંસદ અને મુંબઈ પર હુમલો કર્યો હતો. જેમણે હોટલ અને પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. જે દરરોજ આતંકીઓને ઘૂસણખોરી કરવા મોકલી રહ્યું છે. જયશંકરે કહ્યું હતું કે, જો તમે તમારી સરહદને નિયંત્રિત કરી રહ્યાં છો જ્યાં ખુલ્લામાં આતંકવાદી કેમ્પ ચાલી રહ્યાં છે અને તે પણ સેનાની દેખરેખ હેઠળ. આવી સ્થિતિમાં શું તમે મને ખાતરી આપવા માંગો છો કે પાકિસ્તાનને ખરેખર ખબર નથી કે ત્યાં શું થઈ રહ્યું છે. જ્યારે આતંકવાદીઓ આતંકવાદની તાલીમ માટે સેના સ્તરની રણનીતિનો ઉપયોગ કરે છે. દાયકાઓથી ચાલી રહેલા આતંકવાદનો યુરોપમાંથી ક્યારેય વિરોધ થયો નથી.

યુરોપને સલાહ આપી

જયશંકરે યુરોપે ભારત-પાકિસ્તાન યુદ્ધની ચિંતા કરવા અંગે કહ્યું હતું કે, ‘દુનિયાએ એ વાતની ચિંતા કરવી પડશે કે આતંકવાદ ચાલુ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાય આનાથી ચિંતિત નથી. તે ઘણીવાર માને છે કે તે તેની સમસ્યા નથી કારણ કે તે કોઈ અન્ય દેશ સાથે થઈ રહ્યું છે. દુનિયાએ આતંકવાદ વિશે ચિંતા કરવાની જરૂર છે અને તે સૌથી મહત્વની બાબત છે. અગાઉ તેમના ઓસ્ટ્રિયાના સમકક્ષ સાથે વાત કરતા જયશંકરે કહ્યું હતું કે આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ માટે ખતરો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *