પેર કરેલું બ્લુટૂથ ડિવાઇસ કેટલા અંતરે છે એ પણ જાણી શકાશે

0

[ad_1]


પેર કરેલું બ્લુટૂથ ડિવાઇસ કેટલા અંતરે છે એ પણ જાણી શકાશે

આપણા સ્માર્ટફોન સાથે પેર કરેલ ઇયરપોડ કે ઇયરફોન હોય કે લેપટોપ સાથે કનેક્ટેડ
વાયરલેસ કી-બોર્ડ કે માઉસ હોય
, બ્લુટૂથ ટેકનોલોજીનો હવે આપણે જુદી જુદી ઘણી રીતે ઉપયોગ કરવા લાગ્યા છીએ. આપણે
જાણીએ છીએ તેમ
,
આ ટેકનોલોજી બે
સાધનોને વાયરલેસ રીતે કનેક્ટ કરી આપે છે.

તેનો જુદા જુદા ઘણા હેતુ માટે ઉપયોગ શક્ય છે, પરંતુ કેટલીક મર્યાદાઓ પણ છે. પહેલી અને મોટી મર્યાદા એ કે
કોઈ પણ બે સાધન નિશ્ચિત અંતરની મર્યાદામાં જ એકબીજા સાથે બ્લુટૂથથી કનેક્ટેડ રહી
શકે છે
, ઉપરાંત કેટલા અંતર સુધી
બ્લુટૂથ કનેક્ટિવિટી રહેશે તે આપણને સ્પષ્ટ રીતે જાણવા મળે નહીં. સ્માર્ટફોનમાંથી
ઇયરપોડમાં મ્યુઝિક સાંભળતી વખતે આપણે ફોનથી દૂર જઇએ અને મ્યુઝિક બંધ થઈ જાય ત્યારે
સમજવાનું કે આપણે બ્લુટૂથ રેન્જની બહાર નીકળી ગયા!

હવે આ સ્થિતિ બદલાશે. તમે જાણતા હશો તેમ ઇયરપોડ સ્માર્ટફોન કે લેપટોપ સાથે પેર
કર્યા હોય ત્યારે ઇયરપોડમાં કેટલી બેટરી ચાર્જ્ડ છે તેની ટકાવારી આપણે જોઈ શકતા
હોઈએ છીએ. બરાબર એ જ રીતે હવે ઇયરપોડ સ્માર્ટફોન કે લેપટોપથી કેટલા દૂર છે તે અંતર
પણ જાણી શકાશે!

જોકે આ અંતર બહુ ચોકસાઈથી જાણી શકાશે નહીં. ઇયરપોડમાં તેનું લોકેશન જાણવા માટે
જીપીએસ જેવી કોઈ વ્યવસ્થા નથી એટલે બીજી કોઈ
‘કરામત’ કરીને ઇયરપોડ અને સ્માર્ટફોન વચ્ચેનું અંતર જાણવામાં આવશે. આ કરામત મોટે ભાગે
બંને સાધન વચ્ચેના સિગ્નલની સ્ટ્રેન્થને આધારે કરવામાં આવશે. જોકે અત્યારે હજી
તેના પર સંશોધન ચાલી રહ્યું છે.

મોટા ભાગે એન્ડ્રોઇડના ૧૪મા વર્ઝનમાં આ સુવિધા આવવાની શક્યતા છે. એટલે કે આ
વર્ષના અંત સુધીમાં. તે પછી
, આપણી હેન્ડસેટ કંપની તેનો લાભ આપણા સુધી પહોંચાડે ત્યાં સુધી રાહ જોવાની
રહેશે!

 ઇન્સ્ટાગ્રામમાં ખલેલ ઘટાડવા આવી રહ્યો છે નવો ક્વાએટ મોડ

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, પિન્ટરેસ્ટ વગેરે બધા જ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મની એક ખાસિયત અથવા તકલીફ હોય છે – આવી કોઈ પણ સાઇટ કે એપ
આપણે એક વાર ઓપન કરીએ એ પછી તેમાં વાંચવા જેવું
, જોવા જેવું કે અન્ય લોકો સાથે ઇન્ટરેક્ટ કરવા જેવું એટલું
બધું હોય કે તેમાં આપણો કેટલો બધો સમય વીતી જાય એ કહેવું મુશ્કેલ! આમ તો
, આવી બધી જ સોશિયલ મીડિયા
સાઇટ્સને તેનો યૂઝર સાઇટ પર વધુમાં વધુ સમય ગાળે અને પોતાની પસંદ-નાપસંદ વિશે
સાઇટને વધુ ને વધુ માહિતી આપે તેમાં જ રસ હોય. પરંતુ હવે આ કંપનીઓ તેમની સર્વિસના
વધુ પડતા ઉપયોગની આડઅસરો વિશે પણ થોડી સભાન થઈ છે.

તેના અનુસંધાને હમણાં ઇન્સ્ટાગ્રામ પર ‘ક્વાએટ મોડ’
નામે એક નવું ફીચર
લોન્ચ થયું છે. હાલમાં આ ફીચર માત્ર યુએસ
, યુકે, આયર્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને
ન્યૂઝીલેન્ડમાં લોન્ચ થયું છે
, પણ ટૂંક સમયમાં ભારત સહિત અન્ય દેશોમાં લોન્ચ થવાની શક્યતા છે.

આપણને આ ફીચર મળી જાય તે પછી ઇન્સ્ટાગ્રામ એપમાં આપણે ક્વાએટ મોડ ઇનેબલ કરીએ
તે પછી તેને બંધ ન કરીએ ત્યાં સુધી આપણને ઇન્સ્ટાગ્રામ તરફથી કોઈ નોટિફિકેશન મળશે
નહીં. નોટિફિકેશન બંધ કરવાનું કામ સ્માર્ટફોનના જનરલ સેટિંગ્સથી પણ કરી શકીએ
, પરંતુ ક્વાએટ મોડ તેનાથી એક
ડગલું આગળ વધે છે. તેમાં અન્ય યૂઝર્સને પણ જાણ થશે કે આપણે હાલમાં ઇન્સ્ટાગ્રામ
તરફથી એટલે કે તેના પરના આપણા ફ્રેન્ડઝ અને ફોલોઅર્સ તરફથી કોઈ ખલેલ ઇચ્છતા નથી.
તેમ છતાં એ સમય દરમિયાન જો કોઈ વ્યક્તિ આપણને ડાયરેક્ટ મેસેજ મોકલે તો પણ
ઇન્સ્ટાગ્રામ તેમને ઓટોમેટિક રિપ્લાય મોકલીને જણાવશે કે હાલમાં આપણે ક્વાએટ મોડમાં
છીએ
, તરત જવાબ આપીશું નહીં.

ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે તેની એપ પર સતત એક્ટિવ રહેતા ટીનેજર્સને
ધ્યાનમાં રાખીને આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે
, જેથી તેઓ અભ્યાસ કરી રહ્યા હોય કે રાત્રે ઊંઘવા જાય ત્યારે
આ ફીચરની મદદથી ઇન્સ્ટાગ્રામથી થોડા દૂર રહી શકે.

આમાં મૂળ મુદ્દો જે તે યૂઝરના વિલપાવરનો છે, પરંતુ એ ઓછો પડતો હોય ત્યારે આવો મોડ કદાચ કામ કરી જાય.
ક્વાએટ મોડ ઉપરાંત ઇન્સ્ટાગ્રામમાં વધુ પ્રમાણમાં પેરેન્ટલ કંટ્રોલ પણ આવી રહ્યા
છે.

વોટ્‌સએપમાં ફોટો ઓરિજિનલ ક્વોલિટીમાં શેર કરી શકાશે

તમે જાણતા હશો કે આપણે કોઈ ફોટોગ્રાફ લઇને તેને વોટ્સએપની મદદથી બીજી કોઈ
વ્યક્તિ કે ગ્રૂપ સાથે શેર કરીએ ત્યારે ફોટોગ્રાફ ઓરિજિનલ ક્વોલિટીમાં શેર થતો
નથી. વોટ્સએપની સિસ્ટમ તેને કમ્પ્રેસ કરી
, તેની સાઇઝ ઘટાડીને પછી તેને શેર કરે છે. આપણે શેર કરવાનો ફોટોગ્રાફ ગમે તેટલા
વધુ કે ઓછા રેઝોલ્યુશનનો હોય
, સિસ્ટમ તેને પોતાની જરૂર મુજબ કમ્પ્રેસ કરે છે જેથી ફોટોગ્રાફ ઝડપથી શેર થઈ
શકે.

આના એક ઉપાય તરીકે આપણે ફોટોગ્રાફને વોટ્સએપમાં ઇમેજ તરીકે શેર કરવાને બદલે
ડોક્યુમેન્ટ તરીકે શેર કરી શકીએ. એ સ્થિતિમાં ફોટોગ્રાફ તેની મૂળ ક્વોલિટીમાં શેર
થાય છે. ફક્ત
,
સામેની વ્યક્તિએ તેને
ડોક્યુમેન્ટ તરીકે ડાઉનલોડ કરવો પડે અને પછી તેઓ તેને જોઈ શકે. હવે સમાચાર છે કે
આખરે વોટ્સએપ આપણને ફોટોગ્રાફ એની ઓરિજિનલ ક્વોલિટીમાં જ શેર કરવાનો વિકલ્પ આપશે.
અલબત્ત આ ફીચર પર હજી કામ ચાલી રહ્યું છે. આપણા સુધી તે પહોંચતાં વાર લાગી શકે છે.

 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *