અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના એસજી હાઇવે, વંદેમાતરમ, ગોતા, રાણીપ જેવા વિસ્તારોમાં સવારથી વરસાદ આવ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ગરમીથી રાહત મળી છે. જેમાં રાણીપ, વાડજ, નિર્ણયનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે.
રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે. જેમાં છોટાઉદેપુર, નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. વલસાડ, દમણમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. દાદરાનગર હવેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તથા વડોદરા, ભરૂચ, સુરત તથા ડાંગ, તાપી, નવસારી તેમજ ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિત થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી
રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરાઇ છે. તેમાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની ઓરેન્જ અલર્ટ તથા પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.