Israel-Hezbollah Ceasefire: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પર હવે વિરામ મુકાયો છે. બંને પક્ષો 60 દિવસના યુદ્ધવિરામ પર સંમત થયા છે. આ યુદ્ધવિરામ આજથી શરૂ થઈ ગયો છે. પરંતુ, હવે સવાલ થઈ રહ્યો છે કે, મહિનાઓથી ચાલી રહેલાં આ યુદ્ધવિરામના પ્રયાસ પર આખરે નેતન્યાહૂ સંમત કેવી રીતે થઈ ગયાં?
ઈઝરાયલે કર્યો યુદ્ધવિરામ કરાર
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સુરક્ષા કેબિનેટે લેબેનોનના કટ્ટરવાદી સંગઠન હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામને મંજૂરી આપી દીધી છે.