રોજિંદા જીવનમાં લોકો શરીરને સ્વસ્થ રાખવા કસરતની સાથે આહાર પર પણ ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. તેવામાં જો આ 5 આયર્નયુક્ત ખોરાક ખાશો તો શરીર તંદુરસ્ત અને સ્વસ્થ થશે. આયર્ન આપણા શરીર માટે આવશ્યક ખનિજ છે, જે હિમોગ્લોબિન બનાવવામાં મદદરુપ થાય છે. જે શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આયર્નની ઉણપથી થાક, એનિમિયા અને નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આપણા રોજિંદા આહારમાં આયર્નથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. અહીં 5 આયર્ન સમૃદ્ધ ખોરાક છે જે દરરોજ ખાવા જોઈએ.
પાલક :
પાલક આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે, જે આયર્નને શોષવામાં મદદ કરે છે. પાલકમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો રહેલા છે, જો તમે 100 ગ્રામ પાલકમાં લગભગ 2.7 મિલિગ્રામ આયર્ન હોય છે. તેને શાક, સૂપ કે સલાડ તરીકે ખાઈ શકાય છે. બજારમાં 2 પ્રકારની પાલક અલગ-અલગ રંગોમાં મળવા લાગી છે. જેમાં એક છે દેશી અને બીજી છે હાઈબ્રીડ પાલક.
બીટરૂટ:
કંદમૂળ ખાવુ સ્વાસ્થય માટે ખૂબ જ સારું હોય છે. બીટરૂટમાં ફોલેટ, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ પણ હોય છે, જે લોહીની ગુણવત્તામાં સુધારો કરે છે. ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. બીટરૂટનો રસ પીવો અથવા તેને સલાડમાં ખાવાથી પણ ઘણા ફાયદા થાય છે.
દાડમ:
દાડમ ખાવાથી શરીરમાં ઘણા જ ફાયદા થાય છે. માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તેમાં આયર્ન પણ ભરપૂર હોય છે. એક દાડમ ખાવાથી હિમોગ્લોબીન લેવલ સારું રહે છે. તે લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે અને ધમનીઓને જાડું થતું અટકાવે છે. તે હૃદય સંબંધિત કોઈપણ સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.
કઠોળ:
ચણા અને મગ જેવી કઠોળ આયર્નના સારા સ્ત્રોત છે. રાજમા અને સોયાબીન પણ આયર્નથી ભરપૂર હોય છે. આને સૂપ, કઢી અથવા સલાડ તરીકે ખાઈ શકાય છે.
સૂકામેવા:
કાજુ, બદામ, અંજીર અને ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. આ શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને આયર્નની ઉણપને પણ દૂર કરે છે. દરરોજ મુઠ્ઠીભર સૂકામેવા ખાવા જોઈએ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના ફિઝિશિયનની સલાહ લઈને પછી જ તેનું સેવન કરો.