25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયાઈરાને ઈઝરાયલ પર એક પછી એક 102 બેલેસ્ટિક મિસાઈલ છોડી, IDFનો દાવો

ઈરાને ઈઝરાયલ પર એક પછી એક 102 બેલેસ્ટિક મિસાઈલ છોડી, IDFનો દાવો


ઈરાને ઈઝરાયલ પર મોટો હુમલો કર્યો છે. ઈઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે ઈરાન તરફથી 102 બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવી છે. નાગરિકોને આશ્રયસ્થાનોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. IDF ચેતવણી બાદ સમગ્ર ઈઝરાયેલમાં સાયરન વાગી રહ્યા છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ઈઝરાયલના લોકોને બંકરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે.

IDFએ હુમલાની આશંકા વ્યક્ત કરી હતી

હિઝબુલ્લાના ચીફ નસરલ્લાહના મૃત્યુ બાદથી એવું માનવામાં આવી રહ્યું હતું કે, ઈઝરાયલ પર મોટો હુમલો થઈ શકે છે. ઈરાને બેલેસ્ટિક મિસાઈલ છોડ્યા પહેલા જ ઈઝરાયલના સેનાએ હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. IDF દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હિઝબુલ્લા ઈઝરાયલના નિર્દોષ નાગરિકોને મારવાની યોજના બનાવી રહ્યું છે.

ઈરાનનો ઈઝરાયલ હુમલો

ઈરાન તરફથી મિસાઈલ છોડવામાં આવતા જ ઈઝરાયલે તેની સુરક્ષા કવચ આયર્ન ડોમને સક્રિય કરી દીધું છે. હાલમાં ઈઝરાયલનો સંપૂર્ણ જોર ઈરાનની મિસાઈલોને રોકવા પર છે. મીડિયા અહેવાલ મુજબ આયર્ન ડોમે ઈરાનની મિસાઈલોને તોડી પાડવાનું શરૂ કરી દીધું છે. ઈઝરાયલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારી કહ્યું કે, અમે તમામ પ્રકારના જોખમો અને હુમલાઓનો સામનો કરવા સક્ષમ છીએ.

જાફામાં સ્ટેશન પર આતંકવાદી હુમલો, પછી મિસાઈલ હુમલો

ઈઝરાયલ પર હુમલાની શરૂઆત મંગળવારે જાફા સ્ટેશનથી થઈ છે, જ્યાં બે આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં 4 લોકોના મોત થયા હતા. ઈઝરાયલ આ હુમલાનો સામનો કરી રહ્યું હતું. આ દરમિયાન ઈરાન તરફથી બેલેસ્ટિક મિસાઈલ ફાયરિંગના સમાચારથી ઈઝરાયલના નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે.

ઈઝરાયલના નાગરિકોએ આગળના આદેશો સુધી બંકરમાં રહેવું

ઈરાન તરફથી બેલેસ્ટિક મિસાઈલ હુમલાઓ વચ્ચે IDFએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, નાગરિકોએ આગામી આદેશો સુધી સુરક્ષિત વિસ્તારોમાં રહેવું પડશે. સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેલ અવીવમાં મૃત સમુદ્રની નજીક, દક્ષિણમાં અને શેરોન વિસ્તારમાં અનેક સ્થળોએ રોકેટ હુમલાના અહેવાલ છે. અત્યાર સુધી કોઈ ઈજાના અહેવાલ નથી, જોકે તમામ ઈઝરાયલીઓને સલામત સ્થળે ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ સુરક્ષા સલાહકાર સાથે કરી વાત

ઈરાન દ્વારા ઈઝરાયલ પરના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને નિવેદન જારી કરીને કહ્યું છે કે, તેઓ ઈઝરાયલને દરેક પરિસ્થિતિમાં સમર્થન આપશે. તેમણે સુરક્ષા સલાહકાર સાથે પણ વાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બાઈડેને સુરક્ષા સલાહકારો સાથેની બેઠકમાં ઈઝરાયલને હુમલાઓથી બચાવવાના મુદ્દાની સમીક્ષા કરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય