Iran-Israel Conflict : ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું છે કે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ માટે માત્ર ધરપકડ વોરંટ પૂરતું નથી. ખમેનીએ સોમવારે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) ઇવેન્ટમાં એક ભાષણ આપતાં કહ્યું હતું કે, ધરપકડ વોરંટને બદલે નેતન્યાહૂ માટે મૃત્યુદંડની સજા જારી કરવી જોઈએ.
આ પણ વાંચો : 2023માં દુનિયાભરમાં 51000થી વધુ છોકરી-મહિલાઓની હત્યા સાથી કે ઓળખીતાએ કરી: UN રિપોર્ટ
ખમેનીએ આ નિવેદન ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી) દ્વારા ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની કાર્યવાહીને લઈને નેતન્યાહુ અને ઈઝરાયેલના પૂર્વ સંરક્ષણ પ્રધાન યોઆવ ગાલાંટ માટે ધરપકડ વોરંટ જારી કર્યાના દિવસો બાદ આપ્યું હતું. તેમના પર ‘યુદ્ધ અપરાધ’ અને ‘માનવતા વિરુદ્ધના અપરાધો’નો આરોપ મૂકવામાં આવ્યો છે.