25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદેશઈરાનનો ઈઝરાયલ પર હુમલો, ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર

ઈરાનનો ઈઝરાયલ પર હુમલો, ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર


ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈરાને પણ ઈઝરાયલ પર હુમલો કર્યો છે. તેણે ઘણી બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈઝરાયલમાં તમામ ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા સૂચવવામાં આવેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી

ભારતીય દૂતાવાસે ઈઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકોને સાવધાની રાખવા જણાવ્યું છે. દેશમાં બિનજરૂરી પ્રવાસ ટાળો. સેલ્ટઝર હાઉસની નજીક રહો. દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે ઈઝરાયલી અધિકારીઓના સંપર્કમાં છીએ. કોઈપણ કટોકટીના કિસ્સામાં, એમ્બેસી હેલ્પલાઈનનો સંપર્ક કરો.

ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન માટે બે નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ બે હેલ્પલાઈન નંબર પર +972-547520711 અને +972-543278392 સંપર્ક કરીને મદદ માગી શકાય છે. તેમજ ભારતીય દૂતાવાસે એક ઈમેલ આઈડી પણ જાહેર કરી છે.

102 બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી: IDFનો દાવો

ઈરાનના હુમલા અંગે ઈઝરાયલની સેનાએ કહ્યું છે કે, ઈરાન તરફથી 102 બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે. નાગરિકોને આશ્રયસ્થાનોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. IDF ચેતવણી બાદ સમગ્ર ઈઝરાયલમાં સાયરન વાગી રહ્યા છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ઈઝરાયેલના લોકોને બંકરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે.

ઈઝરાયલના નાગરિકોએ આગળના આદેશો સુધી બંકરમાં રહેવું

ઈરાન તરફથી બેલેસ્ટિક મિસાઈલ હુમલાઓ વચ્ચે IDFએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, નાગરિકોએ આગામી આદેશો સુધી સુરક્ષિત વિસ્તારોમાં રહેવું પડશે. સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેલ અવીવમાં મૃત સમુદ્રની નજીક, દક્ષિણમાં અને શેરોન વિસ્તારમાં અનેક સ્થળોએ રોકેટ હુમલાના અહેવાલ છે. અત્યાર સુધી કોઈ ઈજાના અહેવાલ નથી, જોકે તમામ ઈઝરાયલીઓને સલામત સ્થળે ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ સુરક્ષા સલાહકાર સાથે કરી વાત

ઈરાન દ્વારા ઈઝરાયલ પરના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને નિવેદન જારી કરીને કહ્યું છે કે, તેઓ ઈઝરાયલને દરેક પરિસ્થિતિમાં સમર્થન આપશે. તેમણે સુરક્ષા સલાહકાર સાથે પણ વાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બાઈડેને સુરક્ષા સલાહકારો સાથેની બેઠકમાં ઈઝરાયલને હુમલાઓથી બચાવવાના મુદ્દાની સમીક્ષા કરી છે.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય