27 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ઓક્ટોબર 16, 2024
27 C
Surat
બુધવાર, ઓક્ટોબર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાIran Attack Israel: ઈરાનના મિસાઈલ હુમલામાં ઈઝરાયલને કેટલું નુકસાન થયું, વાંચો

Iran Attack Israel: ઈરાનના મિસાઈલ હુમલામાં ઈઝરાયલને કેટલું નુકસાન થયું, વાંચો


મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વધુને વધુ તંગ થઈ રહી છે. આ સ્થિતિમાં ઈરાને બળતામાં ઘી પૂરવાનું કામ કર્યું છે. ઈરાને મંગળવારે પહેલી ઑક્ટોબરે સાંજે ઈઝરાયલ ઉપર 200 બેલેસ્ટિક મિસાઈલ છોડીને ઈઝરાયલને છંછેડી દીઘું છે. આ વર્ષે એપ્રિલમાં ઈરાન તરફથી મિસાઈલ હુમલો થયો હતો. આ હુમલો એના કરતાં પણ વધુ મોટો અને વ્યવસ્થિત હતો. સામાન્ય રીકતે ઈઝરાયલની સરહદે પડતા પહેલા જ દુશ્મનોની મિસાઈલો નાશ થઈ જતી હોય છે. પરંતુ આ વખતે ઈરાનનો દાવો છે કે, 90 ટકા મિસાઈલ પોતાના ટાર્ગેટ સુધી પહોંચવામાં સફળ રહી હતી.  
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ તરફથી અપાયેલા નિવેદનમાં ઈરાને ઈઝરાયેલ પર 180થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. “ઈરાન દ્વારા આ હુમલો મધ્ય ઈઝરાયેલ અને દક્ષિણ ઈઝરાયેલમાં થયો હતો.” આઈડીએફના પ્રવક્તાએ કહ્યું કે ઈરાનની મોટાભાગની મિસાઈલોને ઈઝરાયેલ એર ડિફેન્સ અને અમેરિકન એલાઈડ ડિફેન્સ દ્વારા અટકાવવામાં આવી છે. ઇઝરાયેલી સેનાએ મોડી રાત્રે માહિતી આપી હતી કે ઈરાનનો હુમલો પૂર્ણ થઈ ગયો છે, પરંતુ તેઓએ જાનહાનિ અંગે કંઈ નક્કર માહિતી આપી નથી. ઈઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. જ્યારે આ હુમલામાં એક પેલેસ્ટિનિયનનું મોત થયું છે અને બે ઈઝરાયલ ઘાયલ થયા છે. તેમણે એમ પણ કહ્યું કે, “આ ઓપરેશન સ્વ-બચાવના અધિકાર અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર હાથ ધરવામાં આવ્યું છે.” ઉપરાંત, IRGCએ ઈઝરાયેલને ચેતવણી આપી છે કે જો તે જવાબ આપશે તો તેનાથી પણ ખરાબ પરિણામો ભોગવવા પડશે.

ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમે ઈરાની મિસાઈલોને હવામાં નાશ કરી
ઈરાનના મિસાઈલ હુમલામાં નાગરિકોના મૃત્યુ નથી થયા. તેનું એક કારણ એ છે કે ત્યાંની સરકારે લગભગ એક કરોડ ઈઝરાયેલીઓને બોમ્બ આશ્રયસ્થાનોમાં મોકલ્યા હતા. બીજું અને સૌથી મોટું કારણ એ છે કે આ હુમલામાં ઈરાને ઈઝરાયેલના નાગરિકોને બદલે સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. ઈરાને પણ આ અંગે નિવેદન જાહેર કર્યું છે.
ઈઝરાયેલમાં કેટલું નુકસાન?
ઈરાનનો હુમલો શરૂ થયો તે પહેલા જ અમેરિકન અધિકારીઓએ ઈઝરાયેલને જાણ કરી દીધી હતી કે ઈરાન મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. જે બાદ ઈઝરાયેલની સડકો પર અરાજકતા જોવા મળી હતી. સોશિયલ મીડિયા પરની તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે લોકો ભયના માહોલમાં બોમ્બ શેલ્ટર તરફ દોડી રહ્યા છે.
ઈરાનના પક્ષે, આઈઆરજીસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલના ત્રણ એરબેઝ નેવાટિમ, હેટઝરિમ અને ટેલ નોફને સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા છે. આ એરબેઝમાં પાર્ક કરાયેલા 20 જેટલા ફાઈટર જેટના વિનાશના અહેવાલ છે. નિવેદનમાં વિગતવાર જણાવવામાં આવ્યું હતું કે આ એરબેઝમાં ઈઝરાયેલના એફ-35 ફાઈટર જેટ અને એફ-15 ફાઈટર જેટ પાર્ક કરવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરાલ્લાહની હત્યામાં કરવામાં આવ્યો હતો.
ઈરાનના સૈન્ય વડા જનરલ મોહમ્મદ બાગેરીએ કહ્યું, “અમારી પાસે ઈઝરાયેલના આર્થિક ક્ષેત્રો પર હુમલો કરવાની ક્ષમતા પણ છે, પરંતુ અમે માત્ર સૈન્ય મથકોને જ નિશાન બનાવ્યા છે. “આ સંયમ માટે અમેરિકન વિનંતી અને ગાઝામાં યુદ્ધવિરામના વચનોને કારણે કરવામાં આવ્યું છે.”

ઈરાને ઈઝરાયલ ઉપર શા માટે હુમલો કર્યો?
ઈઝરાયેલ દ્વારા તાજેતરમાં પ્રોક્સી અને આઈઆરજીસી નેતાઓની હત્યાના જવાબમાં આઈઆરજીસી એ આ હુમલો કર્યો છે. આઈઆરજીસી એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે શહીદ હાનિયા, સૈયદ હસન નસરુલ્લાહ અને નિલફોરોશિયનની હત્યાના જવાબમાં કબજા હેઠળના પ્રદેશોના કેન્દ્રને નિશાન બનાવ્યું હતું.”
ઈઝરાયેલે શું પ્રતિક્રિયા આપી?
ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ કહ્યું કે, “ઈરાનનું શાસન આપણા દુશ્મનો સામે બદલો લેવાનો સંકલ્પ નથી જાણતું.” નેતન્યાહૂએ ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, હમાસના નેતાઓ યાહ્યા, સિનવર અને ડેઈફ આ વાતને સમજી શક્યા નથી, હિઝબુલ્લાના નેતા હસન નસરુલ્લાહ અને હિઝબુલ્લાના ચીફ ઓફ સ્ટાફ ફુઆદ શુકર પણ આ વાતને સમજી શક્યા નથી અને કદાચ તેહરાનમાં પણ એવા લોકો છે જેઓ આ વાતને સમજતા નથી. તેણે આગળ કહ્યું, “ઈરાન સમજી જશે કે જે કોઈ પણ આપણા પર હુમલો કરશે, અમે તેના પર હુમલો કરીશું.”



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય