દર વર્ષે આઈપીએલના ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ એટલી કિંમતે વેચાય છે કે જે દરેકને આશ્ચર્યચકિત કરી દે છે. આ ખેલાડીઓ તેમની બોલિંગ, બેટિંગ અને ઓલરાઉન્ડ ક્ષમતા માટે જાણીતા છે. જ્યારે પણ આ ખેલાડીઓના નામ ઓક્શનમાં આવે છે ત્યારે દરેકની નજર તેમના પર હોય છે કારણ કે તેમની કિંમત વધારે હોઈ શકે છે.
2025 મેગા ઓક્શન, 2024 અને 2023 IPL ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ પર રેકોર્ડ બ્રેકિંગ બિડ લગાવવામાં આવી હતી, જેમણે IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓના લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તમને જણાવી દઈએ કે કોણ છે આ ખેલાડીઓ અને શા માટે તેમના પર આટલી મોટી બોલી લગાવવામાં આવી.
રિષભ પંત
IPL 2025ની મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. પંતની જબરદસ્ત બેટિંગ અને શાનદાર વિકેટકીપિંગે તેને T20 ક્રિકેટનો સુપરસ્ટાર બનાવ્યો છે. તેની કેપ્ટનશિપ અને મેચ પૂરી કરવાની ક્ષમતાએ લખનૌની ટીમને આટલો મોટો દાવ લેવાની ફરજ પાડી હતી. આ ખરીદી બાદ રિષભ પંત IPLનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
શ્રેયસ અય્યર
પંજાબ કિંગ્સે આ ઓક્શનમાં શ્રેયસ અય્યર પર ₹26.75 કરોડની મોટી બોલી લગાવી હતી. શ્રેયસ તેની શાંત અને સમજદાર કેપ્ટનશિપ માટે પ્રખ્યાત છે, જે ટીમને તાકાત આપે છે. તેની શાનદાર બેટિંગ અને મોટા રન બનાવવાની ક્ષમતાએ તેને પંજાબનો ફેવરિટ ખેલાડી બનાવ્યો.
મિચેલ સ્ટાર્ક
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પર 2024 IPLના ઓક્શનમાં સૌથી વધુ બોલી લાગી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટાર્ક તેની ઝડપી બોલિંગ, યોર્કર બોલિંગ અને સ્વિંગ કરવાની ક્ષમતા માટે જાણીતો છે. તેની ખરીદીએ KKRની બોલિંગને વધુ ઘાતક બનાવી દીધી.
વેંકટેશ અય્યર
કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલના મેગા ઓક્શનમાં વેકટેશ ઐયરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અય્યર એક ઉત્તમ ઓલરાઉન્ડર છે અને તેને ગત સિઝનમાં તેની ઉત્તમ બેટિંગ અને બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેની ઊંચી કિંમત સ્પષ્ટ કરે છે કે કેકેઆર તેને પોતાનો મુખ્ય ખેલાડી માની રહી છે.
પેટ કમિન્સ
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે 2024ના ઓક્શનમાં 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પેટ કમિન્સ એક ઉત્તમ બોલર છે અને ફિલ્ડિંગ અને બેટિંગમાં પણ યોગદાન આપે છે. ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન રહી ચૂકેલા પેટ કમિન્સની કેપ્ટન્સીની ક્ષમતા પણ તેમને વધુ ખાસ બનાવે છે.