29 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
29 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતRCBમાંથી બહાર થયા બાદ મોહમ્મદ સિરાજની પહેલી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુઃખ

RCBમાંથી બહાર થયા બાદ મોહમ્મદ સિરાજની પહેલી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુઃખ


RCBએ IPL 2025ના ઓક્શનમાં મોહમ્મદ સિરાજને ખરીદ્યો ન હતો અને RTM કાર્ડનો પણ ઉપયોગ કર્યો ન હતો. સિરાજે 7 વર્ષ સુધી RCB માટે સેવા આપી છે. તેને આ ટીમ માટે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આ હોવા છતાં ફ્રેન્ચાઈઝીએ તેના તરફ પીઠ ફેરવી હતી. હવે RCBમાંથી બહાર થયા બાદ સિરાજની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પોસ્ટમાં તેનું દુ:ખ જોવા મળી રહ્યું છે.

મોહમ્મદ સિરાજે વ્યક્ત કર્યું દુ:ખ

સિરાજને આશા હતી કે RCB તેને 2025ના ઓક્શનમાં ખરીદશે. પરંતુ આરસીબી મેનેજમેન્ટે તેને ખરીદવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આરટીએમ કાર્ડનો ઉપયોગ કરવાની તેની પાસે સારી તક હતી. પરંતુ આરસીબીએ રસ દાખવ્યો ન હતો. હવે સિરાજે તેની ઈન્સ્ટા પોસ્ટ દ્વારા RCB સાથે તેની 7 વર્ષની સફર શેર કરવાનો પ્રયાસ કર્યો છે.

ફાસ્ટ બોલરે આ દરમિયાન લખ્યું કે જે દિવસે મેં પહેલીવાર RCBની જર્સી પહેરી હતી, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અમે આવો સંબંધ બનાવીશું. મેં RCB કલર્સમાં ફેંકેલા પ્રથમ બોલથી લઈને દરેક વિકેટ, રમાયેલી દરેક મેચ, તમારી સાથે શેર કરેલી દરેક ક્ષણ સુધી, આ સફર અસાધારણથી ઓછી નથી. પરંતુ આ બધામાં એક વસ્તુ અચળ રહી છે, તમારો અતૂટ સપોર્ટ. આરસીબી માત્ર એક ફ્રેન્ચાઈઝી કરતાં વધુ છે. તે એક લાગણી છે, હૃદયના ધબકારા છે, એક કુટુંબ છે જે ઘર જેવું લાગે છે.

સિરાજ થયો ઈમોશનલ

સિરાજે ભાવુક થઈને આગળ લખ્યું કે એવી રાત આવી જ્યારે હારની પીડા શબ્દોની બહાર હતી, પરંતુ તે સ્ટેન્ડમાં તમારો અવાજ હતો, સોશિયલ મીડિયા પરના તમારા સંદેશાઓ, તમારો સતત વિશ્વાસ મને આગળ વધવામાં મદદ કરે છે. જ્યારે પણ હું તે મેદાન પર ઉતર્યો ત્યારે મને તમારા સપના અને આશાઓનું વજન લાગ્યું.

સિરાજે આરસીબી માટે કર્યું જોરદાર પ્રદર્શન

ગત સિઝનમાં સિરાજે IPL 2024માં રમાયેલી 14 મેચોમાં 15 વિકેટ ઝડપી હતી. આ સિવાય આ બોલરે વર્ષ 2023માં રમાયેલી 14 મેચોમાં 23 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. પરંતુ હવે તે આગામી સિઝનમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમશે. ઓક્શનમાં જીટીએ તેને 12.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય