Vadodara IOCL Fire : વડોદરા શહેર નજીક આવેલી આઈઓસીએલ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ફાટી નીકળેલી ભીષણ આગના બનાવ અંગેની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી છે. આ અંગે નો રિપોર્ટ એક-બે દિવસમાં જાહેર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે શહેર નજીકની આઇઓસીએલ ગુજરાત રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે નીકળી હતી જેમાં બે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું મોત નિર્જુ હતુ આ સમગ્ર મામલે કલેક્ટરે તપાસના આદેશ કર્યા હતા. મેજિસ્ટ્રેટિયલ તપાસમાં સમિતિએ કંપનીના અધિકારીઓને તથા પીઆઇ મામલતદાર અને નાયબ મામલતદાર તથા તલાટીને પૂછપરછ માટે બોલાવાયા હતા. તમામ પૂછતાછના અંતે આખો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે આ મામલે અત્યાર સુધીમાં વિવિધ તપાસ કરનાર એજન્સીઓ અને નીચના તો દ્વારા તપાસ કરાય છે આ તમામ અધિકારીઓએ આ દુર્ઘટના સંદર્ભે શું તપાસ કરી અને કેવા પુરાવા મળ્યા તે માટે કરેલા સૂચનો પણ ઉચ્ચ પ્રદેશમાં ધ્યાને લેવાયા હતા આ સમગ્ર દુર્ઘટનાનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.