SmartWatch with Toxic Chemical: સ્માર્ટવોચના બેન્ડને લઈને હાલમાં જ એક ઇનવેસ્ટિગેશન કરવામાં આવ્યું. આ ઇનવેસ્ટિગેશનમાં જાણવા મળ્યું કે બેન્ડમાં કેન્સર થઈ શકે એવા જીવલેણ કેમિકલ્સ છે. આ કેમિકલ્સને ‘ફોરએવર કેમિકલ્સ’ તરીકે ઓળખવામાં આવે છે જેનું નામ પરફ્લુરોઆલ્કિન અને પોલીફ્યુરોકેમિકલ (PFAS) છે. આ કેમિકલ્સ એપલ અને નાઇકી જેવી ઘણી મેન્યુફેક્ચરિંગ કંપનીના બેન્ડમાં જોવા મળ્યાં છે. આ કેમિકલ્સથી ઘણાં પ્રકારના કેન્સર થાય છે. આ સાથે જ હોર્મોન્સ અને પાચન શક્તિને લગતી બીમારીઓ પણ થાય છે અને એની કારણે હેલ્થ પર આધારીત બહુ સવાલો ઊભા થયા છે.