દીપડા પ્રકરણ: સેક્ટર-20માં તપાસ સંકેલી લેવાઇ, પાલજ-બાસણના કોતરોમાં સેન્સર ગોઠવાયા

0

[ad_1]

  • વનતંત્રની ટીમ રાત દિવસ બાસણ પાલજના નદીના કોતરો ખુંદી રહી છે
  • કેમેરામાં નીલગાય, ભૂંડ, જંગલી શિયાળ, કુતરાના ફોટા કેપ્ચર થયા
  • અન્ય પ્રાણીઓની હાજરી મળતા વિસ્તારમાં દીપડો હોવાની શક્યતા નહીવત

સરિતા ઉદ્યાન અને સેક્ટર-20માં દીપડો દેખાયાની ઘટનાને આજે છઠ્ઠો દિવસ થયો છે. પરંતુ આજદિન સુધી દીપડાના કોઇ જ સગડ મળ્યા નથી. વનતંત્રની ટીમ રાત દિવસ નદીના કોતરો ખુંદી રહી છે. દીપડાની હાજરીના પુરાવા પ્રાપ્ત કરવા માટે સેન્સર ધરાવતા કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. પરંતુ આ કેમેરામાં પણ આજે ત્રીજા દિવસે પણ દીપડો કેદ થયો નથી. જોકે, કેમેરામાં નીલગાય જેવા પ્રાણીઓની હાજરી જોવા મળતા આ વિસ્તારમાં દીપડાના દસ્તક હોવાની શક્યતા નહીવત હોવાનું વનતંત્રના જાણકારોનું જણાવવુ છે. બીજીતરફ આજે વનતંત્રે સેક્ટર-20માં દીપડાની તપાસ સંકેલી લીધી હતી.

ઉલ્લેખનીય છેકે, ગઇકાલે બે મહિલા સફાઇ કર્મચારીએ સેક્ટર-20માં દીપડો જોયાનો દાવો કર્યો હતો. પરંતુ અહી નીલગાય અને ભૂંડ સિવાય અન્ય કોઇ પ્રાણીની હાજરી તપાસ દરમિયાન જોવા મળી નહતી. વનતંત્રે અહિ પાજરૂ પણ મુક્યુ હતું. જોકે, આ વાતને ચોવીસ કલાક વિત્યા બાદ પણ દીપડાના સગડ પ્રાપ્ત થયા નથી. આ વિસ્તાર રહેણાંક હોય અત્યાર સુધીમાં દીપડાની હાજરી છુપી ન રહે તેવી શક્યતાના આધારે આખરે વનતંત્રે અહિ દીપડાની તપાસ સંકેલી લીધી છે. બીજીતરફ આજે છઠ્ઠા દિવસે પણ વનતંત્રની ટીમો દ્વારા બાસણ પાલજના નદી કિનારાના કોતરોમાં દીપડાની તપાસ શરૂ રાખી હતી. વનતંત્રની ટીમો દિવસ દરમિયાન અહિ કોતરો ખુંદી રહી છે જ્યારે રાત્રે વન્ય પ્રાણીઓની અવરજવર ધરાવતા વિસ્તારમાં સેન્સરવાળા કેમેરા ગોઠવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ આઠ જેટલા કેમેરા ગોઠવાયા છે.

કેમેરા ગોઠવ્યાને આજે ચોથો દિવસ છે. વનતંત્ર દ્વારા દિવસે આ કેમેરાના ફુટેજ તપાસવામા આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, કેમેરામાં નીલગાય, જંગલી શિયાળ, કુતરા, બકરા અને ભુંડ કેપ્ચર થયા છે. પરંતુ દીપડાની કોઇ હાજરીના પુરાવા પ્રાપ્ત થયા નથી. ઉલ્લેખનીય છેકે, જે વિસ્તારમાં ઉપરોક્ત પ્રાણીઓ આસાનીથી ટહેલતા હોય ત્યાં દીપડાની હાજરી શક્ય નહી હોવાનું વનતંત્રના જાણકારોનું માનવુ છે. જોકે, આ વિસ્તારમાં સરિતા ઉદ્યાન પાસે દીપડો દેખાયો હોવાની સલામતી શાખાના કમાન્ડોએ કરેલા દાવાને હજુપણ વનતંત્ર ગંભીરતાથી લઇ રહ્યુ છે અને આગામી ત્રણેક દિવસ સુધી હજુપણ દીપડાની તપાસ શરૂ રાખવામાં આવશે. વનતંત્રને કેમેરામાં દીપડાની હાજરી મળી નથી એટલુજ નહી પરંતુ દીપડાના કોઇ ફુટપ્રિન્ટ કે મારણ કર્યુ હોય તેના પણ પુરાવા પ્રાપ્ત થયા નથી.

સેન્સર ધરાવતા કેમેરા કોઇપણ પ્રકારની હલનચલન કેપ્ચર કરવા સક્ષમ

દીપડાને પકડવા માટે વનતંત્ર દ્વારા પાલજ અને બાસણના કોતરોમાં સેન્સરવાળા કેમેરા ગોઠવ્યા છે. આ કેમેરાની વિશેષતા એ છેકે, કેમેરા આગળ કોઇપણ પ્રકારની હલનચલનને તે ઓટોમેટિક કેપ્ચર કરી લે છે. જો હલનચલન વધુ સમય રહે તો તે ઓટોમેટિક વિડિયો રેકોર્ડીંગ કરી લે છે. વનતંત્ર દ્વારા આ પ્રકારની અદ્યતન ટેકનોલોજી ધરાવતા 8 જેટલા કેમેરા ગોઠવવામાં આવ્યા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *