Image:
Maha Kumbh Mela 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાંથી આવેલા સાધુઓનો ત્યાં મેળાવડો લાગી રહ્યો છે. તેમાં તંગતોડા સાધુ પણ સામેલ છે, જેમના વિશે કહેવામાં આવે છે કે તેમની પસંદગી ખૂબ અઘરી હોય છે. પરિવારનો ત્યાગ પોતાના માતા-પિતા અને પોતાનું પિંડદાન કરીને અધ્યાત્મનો માર્ગ પસંદ કરનાર ત્યાગીને સાત શૈવ અખાડામાં નાગા કહેવામાં આવે છે. મોટા ઉદાસીન અખાડામાં તેમને તંગતોડા કહેવામાં આવે છે.