International Space Station Is Leaking : અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને રશિયાની એજન્સી રૉસકૉસમૉસના પ્રોજેક્ટ હેઠળના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં લીકેજની સમસ્યામાં વધારો થયો છે, જેના કારણે સુનીતા વિલિયમ્સ સહિત અન્ય અવકાશયાત્રીઓ પર સંકટ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સ્પેસ સ્ટેશનના રશિયન મૉડ્યૂલ PrKમાં લીકેજ થઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે, આ મૉડ્યૂલ સાથે જ Zvezda સર્વિસ મૉડ્યૂલ આવેલું છે અને તે સ્પેસ સ્ટેશનને જોડે છે.
અગાઉ લીકેજ સીલ કરાયું હતું, પણ કોઈ ફાયદો ન થયો
આ લીકની સમસ્યા 2019માં સામે આવી હતી અને તે અંગે અમેરિકા-રશિયા બંને જાણે છે.