વડોદરામાં ઈન્ટરનેશનલ મેરાથોન-10 યોજાઇ, PM મોદીએ ખાસ સંદેશ પાઠવ્યો

0

[ad_1]

  • હર્ષ સંઘવીએ મેરાથોનનું ફલેગઓફ કરાવ્યુ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેરાથોનમાં ઉપસ્થિત રહ્યાં
  • 42 કિમી, 21 કિમી, 10 અને 5 કિમીની મેરાથોન યોજઇ

વડોદરામાં ઈન્ટરનેશનલ મેરાથોન-10નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હર્ષ સંઘવીએ મેરાથોનનું ફલેગઓફ કરાવ્યુ છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેરાથોનમાં ઉપસ્થિત રહ્યા હતા. 42 કિમી, 21 કિમી, 10 અને 5 કિમીની મેરાથોન યોજવામાં આવી છે. તેમાં હર્ષ સંઘવી 5 કિમી મેરાથોનમાં જોડાયા છે. તથા પીએમ મોદીએ મેરાથોનને લઈ સંદેશ પાઠવ્યો છે.


દિવ્યાંગોને પણ મેરેથોનમાં ભાગ લેવા બદલ અભિનંદન – PM
રમત દેશની ઓળખ અને શક્તિ છે તેમ PM મોદીએ સંદેશમાં જણાવ્યું છે. રમતવીરોનું કૌશલ્ય તેમના સ્વપ્નની ઓળખ છે. મેરાથોનમાં દિવ્યાંગો પણ જોડાયા છે. જેમાં ટ્રાઈસિકલ સાથે 5 કિમી મેરાથોનમાં દિવ્યાંગોએ ભાગ લીધો છે. જેમાં દિવ્યાંગોને મેરેથોનમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરેથોન મામલે સંદેશ પાઠવતા વધુમાં જણાવ્યું કે રમત, સેવા અને સ્વચ્છતા માટેનો આ સામાજિક સંદેશ છે. રમતો એ દેશની ઓળખ અને શક્તિ છે. રમતવીરોનું કૌશલ્ય તેમના સ્વપ્નની ઓળખ હોય છે. સ્વસ્થ પરિવાર સ્વસ્થ સમાજ બનાવે છે. દિવ્યાંગોને પણ મેરેથોનમાં ભાગ લેવા બદલ અભિનંદન છે. તમામને આજના દીને અભિનંદન પાઠવું છે.

દોઢ ફૂટના દિવ્યાંગ તુલસીએ પણ ભાગ લીધો
દોઢ ફૂટના દિવ્યાંગ તુલસીએ પણ ભાગ લીધો છે. તુલસી 16 વર્ષ ની ઉંમરનો છે. તુલસીએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તથા તુલસી દર વર્ષે મેરેથોનમાં ભાગ લે છે. દિવ્યાંગોએ પણ મેરેથોનમાં ભાગ લીધો છે. તેમાં ટ્રાઈસિકલ સાથે 5 કિલોમીટરની મેરેથોનમાં દિવ્યાંગો જોડાયા છે. અને દિવ્યાંગોએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *