Insufficient Sleep Impact Your Heart: ઘણા લોકો મોડે સુધી જાગવાને સિદ્ધિ ગણાવતા હોય છે. નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે, રાત્રે મોડે સુધી જાગવું એ અનેક રોગોને આડકતરું આમંત્રણ છે.
ઓછા સમયની ઊંઘને કારણે લોહીમાં અનેક ફેરફારો થાય છે
સ્વીડનની ઉપ્સાલા યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, સળંગ ત્રણ દિવસ સુધી રાત્રે ચાર કલાકથી ઓછા સમયની ઊંઘને કારણે લોહીમાં અનેક ફેરફારો થાય છે. જેના કારણે હૃદયરોગની સમસ્યાઓમાં વધારો થાય છે.