ઉનાળાની ઋતુમાં જ્યારે પણ ટેટી કાપવામાં આવે છે, ત્યારે દરેકને તેની મીઠાશ અને ગમે છે. પરંતુ આપણે તેને ખાતાની સાથે જ તેના બીજને કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ, જે બીજને નકામા માનીએ છીએ તે ખરેખર સ્વાસ્થ્ય માટે દવાથી ઓછા નથી. ટેટીના બીજ પોષક તત્વોનો ભંડાર છે, જે જો દરરોજ ખાવામાં આવે તો શરીરને ઘણા ફાયદા મળી શકે છે. જાણો કેવી રીતે.
બીજને કેવી રીતે ઉપયોગમાં લેવા?
સોપ્રથમ ટેટીના બીજને ધોઈ લો. તેને 2 થી 3 પાણીઓ ધોઈ લેવા. ત્યારબાદ તે બીજને તાપમાં સુકાવા મૂકી દો. અને જ્યારે તે બીજ સુકાઈ જાય ત્યારે તેને સાફ કરીને એક ડબ્બામાં ભરી લો. અને પછી તે બીજનું સેવન કરો.
હાડકાંને મજબૂત બનાવે છે
આ બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખનિજો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવા માટે જરૂરી છે. નિયમિત સેવનથી સાંધાના દુખાવામાં રાહત મળે છે અને ઘણી સમસ્યાઓથી પણ બચી શકાય છે.
પાચનતંત્રને સ્વસ્થ રાખે
ટેટીના બીજમાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનક્રિયા સારી રાખવામાં મદદરૂપ થાય છે. તે કબજિયાતની સમસ્યા ઘટાડવામાં અને પેટને હળવું રાખવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
ટેટીના બીજમાં ઝીંક અને આયર્ન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ખાસ કરીને બદલાતા હવામાનમાં, જો દરરોજ તેનું સેવન કરવામાં આવે તો શરદી અને ખાંસીથી પણ બચી શકાય છે.
સ્કિન અને વાળ માટે ફાયદાકારક
આ બીજમાં હાજર વિટામિન-E અને એન્ટીઑકિસડન્ટ સ્કિનને ચમકદાર બનાવે છે અને વાળને મજબૂત અને જાડા રાખવામાં મદદ કરે છે. આનાથી વાળ ખરવાનું પણ ઓછું થાય છે.
હવે જ્યારે તમે ટેટી ખાઓ, ત્યારે તેના બીજ કચરાપેટીમાં નહીં પણ રસોડામાં બોક્સમાં રાખજો. આ નાના દેખાતા બીજના સ્વાસ્થ્ય માટે છે લાભદાયક. આ ઉનાળામાં તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને તેને દરરોજ ખાવાની આદત બનાવો, જેથી તમે કોઈપણ પ્રકારની બીમારીનો ભોગ ન બનો.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.