Instagram Sensitive Content: ઇન્સ્ટાગ્રામ પર હાલમાં ખૂબ જ સેન્સિટિવ અને હિંસા ભરેલી રીલ્સ જોવા મળી રહી છે. જો તમને પણ આવી રીલ્સ જોવા મળી રહી હોય તો તમે એકલા નથી. દુનિયાભરના યુઝર્સને અચાનક આ પ્રકારની રીલ્સ જોવા મળી રહી છે. અચાનક હિંસાથી ભરેલી અને નોટ સેફ ફોર વર્ક કેટેગરીમાં આવતી પોસ્ટ લોકોના ફીડ પર જોવા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા દ્વારા આ ઇશ્યુને એડ્રેસ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ આ વિશે સવાલ કરી રહ્યા છે કે ખૂબ જ હચમચાવી કાઢનારી રીલ્સ તેમના ફીડ પર આવી રહી છે.