Instagram Reel New App: ઇન્સ્ટાગ્રામ હવે ટિક-ટોકને ટક્કર આપવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ માટે તેઓ હવે રીલ્સ માટે એક અલગથી એપ્લિકેશન બનાવે એવી ચર્ચા ચાલી રહી છે. ટિક-ટોક એક શોર્ટ વીડિયો પ્લેટફોર્મ છે. ઇન્સ્ટાગ્રામની શરૂઆત ફોટો-શેરિંગ એપ્લિકેશન દ્વારા થઈ હતી. જોકે હવે એ રીલ્સ માટે પણ ખૂબ જ ફેમસ છે. આથી હવે તેઓ ફોટો અને વીડિયો બન્નેની અલગ-અલગ એપ્લિકેશન બનાવે એવી ચર્ચા છે.