SVP હોસ્પિટલમાં MCIનું ઈન્સ્પેકશન, VSમાંથી દર્દીઓ શિફ્ટ કરવાની ચર્ચા

0

[ad_1]

  • અગાઉની જેમ SVP ધમધમતી ન હોવાથી દર્દીઓની સંખ્યા માટે ફાં ફાં
  • SVP હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દર્શાવવા સત્તાવાળાઓના પ્રયાસો
  • LG હોસ્પિટલમાં બે- ત્રણ દિવસ પહેલાં કરાયું હતું MCIનું ઈન્સ્પેકશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં એક- બે દિવસમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI)નું ઈન્સ્પેક્શન કરવામાં આવે તેવી શક્યતા છે. આથી SVP હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દર્શાવવા માટે મ્યુનિ. સંચાલિત VS હોસ્પિટલમાંથી પિડીયાટ્રિક સહિત વિવિધ વોર્ડમાંથી દર્દીઓને SVPમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મ્યુનિ. સંચાલિત LG હોસ્પિટલમાં બે- ત્રણ દિવસ પહેલાં MCIનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું છે અને કેટલાંક દિવસ પહેલાં VS હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પણ MCIનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, મ્યુનિ. દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી SVP હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ આવતા નથી અને SVP હોસ્પિટલના મોટાભાગના વોર્ડ અને ફ્લોર ખાલી રહે છે. જોકે, OPD ચાલે છે. પરંતુ વિવિધ કારણોસર અગાઉની જેમ SVP હોસ્પિટલ ધમધમતી નથી. કોરોના કાળમાં પણ SVP હોસ્પિટલની કામગીરી ખૂબ સારી રહી હતી. હવે ઈન્સ્પેક્શન કરવા માટે MCIની ટીમ એક બે દિવસમાં SVP હોસ્પિટલની મુલાકાત માટે આવનાર હોવાથી SVP હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા બતાવવા માટે VS હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને શિફ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *