INDvsSL: ભારતે ODI ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી

0

[ad_1]

  • ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકાને 317 રનથી હરાવ્યું
  • કોહલી-શુભમન ગિલની શાનદાર સદી, સિરાજની ચાર વિકેટ
  • વિરાટે ભારતમાં સૌથી વધુ સદીનો સચિનનો રેકોર્ડ તોડ્યો

ભારતે ODI સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં શ્રીલંકાને હરાવ્યું છે. આ સાથે રોહિત શર્માની ટીમે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું હતું. ભારત તરફથી વિરાટ કોહલી અને શુભમન ગિલે સદી ફટકારી હતી. સિરાજે બોલ સાથે કમાલ કર્યો હતો અને ભારતના ODI ઇતિહાસની સૌથી મોટી જીત મેળવી હતી.

ODIમાં ભારતની સૌથી મોટી જીત

ભારતે શ્રીલંકાને 317 રને હરાવીને ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. ODIમાં રનના હિસાબે આ સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે ન્યૂઝીલેન્ડ-આયર્લેન્ડને 290 રનથી હરાવ્યું હતું. આ સિવાય ભારતે 2007માં બર્મુડા સામે 257 રનથી જીત મેળવી હતી. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારત તરફથી વિરાટ કોહલી અને શુભમન ગિલે સદી ફટકારી હતી. આ ઇનિંગ્સે ટીમને 390 રન સુધી પહોંચાડી દીધી હતી. મોહમ્મદ સિરાજે પાવરપ્લેમાં શ્રીલંકાની બેટિંગને ધ્વસ્ત કરી નાખી હતી.

વિરાટની 46મી સદી

ભારત તરફથી ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલી અને ઓપનર શુભમન ગિલે સદી ફટકારી હતી. કોહલીએ ગિલ (116) સાથે બીજી વિકેટ માટે 131 રન અને શ્રેયસ ઐયર (131) સાથે ત્રીજી વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી હતી. ઉપરાંત વિરાટે 46મી ODI અને એકંદરે 74મી આંતરરાષ્ટ્રીય સદી દરમિયાન 110 બોલમાં આઠ છગ્ગા અને 13 ચોગ્ગા સાથે અણનમ 166 રન બનાવ્યા હતા.

વિરાટે રેકોર્ડ બનાવ્યા

કોહલીએ શ્રીલંકા સામે તેની 10મી સદી ફટકારી હતી. ભારતની ધરતી પર 21મી સદી ફટકારી કોહલીએ ભારતમાં સૌથી વધુ 20 સદીનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ODIમાં કોહલી કરતાં માત્ર તેંડુલકર (49)ના નામે વધુ સદી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *