ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપમાં શુક્રવારે સવારે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. ગેરકાયદે સોનાની ખાણમાં કામગીરી દરમ્યાન મજૂરો ભૂસ્ખલનની ઝપટમાં આવ્યા હતા. ભૂસ્ખલનને લીધે ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયા હતા, જ્યારે ડઝનથી વધુ લોકો ગુમ થયાનું સામે આવ્યું છે. સ્થાનિકોએ વહીવટી તંત્રને આ અંગેની જાણકારી આપતા વહીવટી તંત્ર તરફથી તમામ પ્રકારની મદદ લેવાઈ રહી છે. રૅસ્કયૂ ટીમ કાટમાળમાં દટાયેલા લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં છે.