અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામે જીતવા ભારત ફેવરીટ, બુધવારે મહામુકાબલો

0

[ad_1]

  • ત્રણ મેચની T-20 સિરીઝની અંતિમ મેચ અમદાવાદમાં રમાશે
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનેક દિગ્ગ્જો હાજર રહેશે
  • હાર્દિક-સુર્યકુમાર-ઇશાન કિશન-શુભમન ગિલ પર રહેશે નજર

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે T-20 સિરીઝની અંતિમ મેચ અમદાવાદ ખાતે રમાનાર છે. આ સિરીઝ કબજે કરવા માટે બંને ટીમો માટે કરો યા મરોની સ્થિતિ રહેશે. ત્યારે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનેક દિગ્ગ્જો પણ હાજર રહેવાની સંભાવના છે.

અમદાવાદમાં જીતવા ભારત ફેવરીટ

 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર મુકાબલામાં ભારતીય ટીમ મેચ જીતવા માટે ફેવરીટ માનવામાં આવી રહી છે. ભારતીય ટીમ સ્ટાર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને સુર્યકુમાર યાદવ ફેન્સ ફેવરીટ છે જ્યારે ઇશાન કિશન અને શુભમન ગિલ પર પણ બધાની નજર રહેશે.

લખનઉમાં ભારતની જીત, સિરીઝ 1-1ની બરાબરી પર

લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. અંતિમ ઓવર સુધી ચાલેલ લો-સ્કોરિંગ મેચમાં ભારતે અંતિમ ઓવરમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. આ જીત સાથે જ T20 સિરીઝ 1-1ની બરાબરી પર પહોંચી ગઈછે. હવે અંતિમ મેચ પહેલી ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે, જેમાં જીતનાર ટીમ સિરીઝ પર કબજો કરશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *