29 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
29 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતકાનપુર ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને કર્યું ક્લીન સ્વીપ, આ 5 ખેલાડી જીતના હીરો

કાનપુર ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને કર્યું ક્લીન સ્વીપ, આ 5 ખેલાડી જીતના હીરો


ભારતે કાનપુર ટેસ્ટ 7 વિકેટે જીતીને સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. શરૂઆતના 3 દિવસ વરસાદથી પ્રભાવિત થયા બાદ ટીમ ઈન્ડિયાએ મેચના છેલ્લા 2 દિવસમાં ખૂબ જ આક્રમક રીતે રમી હતી. યશસ્વી જયસ્વાલથી લઈને રવિચંદ્રન અશ્વિન સુધી દરેકે ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તો ચાલો જાણીએ તે 5 ખેલાડીઓ વિશે, જેમના શાનદાર પ્રદર્શને બાંગ્લાદેશને ઝચકો આપ્યો હતો.

યશસ્વી જયસ્વાલ

બેટિંગની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલને બંને ઇનિંગ્સમાં અર્ધસદી ફટકારવા બદલ મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો છે. પ્રથમ દાવમાં તેણે ખૂબ જ વિસ્ફોટક રીતે 31 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે પ્રથમ દાવમાં 72 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે બીજી ઈનિંગમાં પણ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી અને રોહિત શર્માના વહેલા આઉટ થયા બાદ તેણે 51 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને ભારતની જીતમાં મોટો ફાળો આપ્યો.

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિને કાનપુર ટેસ્ટની બંને ઇનિંગ્સમાં કુલ 5 વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં તેણે કેપ્ટન નઝમુલ શાંતોની વિકેટ લીધી, જે ખૂબ જ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. શાકિબ અલ હસન પણ પ્રથમ દાવમાં તેનો શિકાર બન્યો હતો. બીજી ઇનિંગમાં તેણે આ મેચમાં સદી ફટકારનાર મોમિનુલ હકને સસ્તામાં આઉટ કર્યો હતો. આ મેચ દરમિયાન અશ્વિન એશિયામાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બન્યો હતો. કુંબલેએ એશિયામાં 419 વિકેટ લીધી હતી.

કેએલ રાહુલ

કેએલ રાહુલ સમયાંતરે ટીમ ઈન્ડિયામાંથી બહાર થતો રહ્યો છે. આવી સ્થિતિમાં તેના પર બાંગ્લાદેશ સામેની સિરીઝમાં રન બનાવવાનું ઘણું દબાણ હતું. પ્રથમ ટેસ્ટ મેચમાં તે વધારે રન બનાવી શક્યો ન હતો, પરંતુ બીજી ટેસ્ટ મેચમાં તેણે જરૂરતના સમયે 43 બોલમાં 68 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ તેના સરેરાશ પ્રદર્શન છતાં ઘણી વિકેટો લે છે. કાનપુર ટેસ્ટ મેચમાં સ્પિનરોના ટર્નિંગ બોલે શો ચોરી લીધો, આ દરમિયાન બુમરાહે પણ વહેતી ગંગામાં હાથ ધોયા અને મેચમાં કુલ 6 વિકેટ લીધી. તેણે પ્રથમ અને બીજી ઇનિંગ્સમાં 3 વિકેટ પણ લીધી હતી. હવે બુમરાહ 2024માં ટેસ્ટ મેચોમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે આવી ગયો છે. તેણે આ વર્ષે અત્યાર સુધી ટેસ્ટ મેચમાં 38 વિકેટ લીધી છે.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં સૌથી ઝડપી 3000 રન અને 300 વિકેટ ઝડપનાર ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેણે પોતાની 74મી ટેસ્ટ મેચમાં જ આ સિદ્ધિ મેળવી છે. પ્રથમ દાવમાં તે માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો, પરંતુ બીજી ઈનિંગમાં તેણે નઝમુલ શાંતો, શાકિબ અલ હસન અને લિટન દાસના રૂપમાં બાંગ્લાદેશને 3 મોટા ઝટકા આપ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય