ચેન્નાઈ ટેસ્ટમાં શાનદાર જીત હાંસલ કર્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે કાનપુર ટેસ્ટ મેચ પર ટકેલી છે. ટીમ ઈન્ડિયા ત્રણ વર્ષ બાદ કાનપુરમાં રમતી જોવા મળશે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે નવેમ્બર 2021માં કાનપુરમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી. આ મેચ ડ્રો રહી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર આર અશ્વિન પાસે આ મેચમાં મોટો રેકોર્ડ બનાવવાની તક છે.
આ દિગ્ગજોને પાછળ છોડશે પાછળ
ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં આર અશ્વિનનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે 2 ટેસ્ટ મેચની 4 ઇનિંગ્સમાં 21.37ની એવરેજથી 16 વિકેટ લીધી છે. જો તે બીજી ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેવામાં સફળ રહેશે તો તે ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. ગ્રીન પાર્કમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવના નામે છે. તેમણે અહીં 7 મેચની 9 ઇનિંગ્સમાં 25 વિકેટ લીધી છે. આ સિવાય જો અશ્વિન આ મેચમાં 6 વિકેટ પણ લે છે તો તે અનિલ કુંબલે અને હરભજન સિંહને પાછળ છોડીને ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની જશે.
ગ્રીન પાર્કમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
- કપિલ દેવ- 25 વિકેટ
- અનિલ કુંબલે- 21 વિકેટ
- હરભજન સિંહે- 20 વિકેટ
- સુભાષ ગુપ્તા- 19 વિકેટ
- આર અશ્વિન- 16 વિકેટ
ચેન્નાઈમાં જોરદાર પ્રદર્શન
ચેન્નાઈમાં આર અશ્વિનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે ચેન્નાઈ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઓવરમાં 376 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે બીજી ઇનિંગમાં પણ બોલિંગમાં ધમાકો કર્યો હતો. તેણે 6 વિકેટ ઝડપી હતી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.