ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુરમાં રમાઈ રહી છે. આ મેચના એક દિવસ પહેલા બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. શાકિબ તેની છેલ્લી ટેસ્ટ મેચ દક્ષિણ આફ્રિકા સામે મીરપુરમાં રમશે. હવે બાંગ્લાદેશમાં આ ખેલાડીનો જીવ જોખમમાં છે. શાકિબે પોતે બાંગ્લાદેશમાં પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે તેણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પાસે સુરક્ષા પણ માંગી હતી પરંતુ બોર્ડે તેને સુરક્ષા આપવાની ના પાડી દીધી છે.
શાકિબે સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી
થોડા મહિના પહેલા બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી અને સેનાએ બાંગ્લાદેશ પર કબજો જમાવી લીધો હતો. શેખ હસીના સરકારમાં સાંસદ હતા. આ સિવાય સાકિબ પર બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા રમખાણો દરમિયાન એક યુવકની હત્યા કરવાનો પણ આરોપ હતો. શાકિબ બાંગ્લાદેશ છોડીને વિદેશ જવા માંગે છે.
પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતાં શાકિબ કહે છે કે હું બાંગ્લાદેશનો નાગરિક છું, તેથી મને બાંગ્લાદેશ પાછા જવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. મારી ચિંતા બાંગ્લાદેશમાં મારી સલામતી અને સુરક્ષા છે. મારા નજીકના મિત્રો અને પરિવારના સભ્યો ચિંતિત છે. મને આશા છે કે વસ્તુઓ સારી થઈ રહી છે. આનો કોઈ ઉકેલ હોવો જોઈએ.
BCBએ સુરક્ષા આપવાનો ઈન્કાર કર્યો
બીજી તરફ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શાકિબને સુરક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો છે. બીસીબી પ્રમુખ ફારૂકનું કહેવું છે કે શાકિબની સુરક્ષા બોર્ડના હાથમાં નથી. બોર્ડ કોઈપણ વ્યક્તિને ખાનગી સુરક્ષા આપી શકે નહીં. તેણે આ અંગે નિર્ણય લેવો પડશે. તેનું રક્ષણ સરકારના ઉચ્ચ સ્તરેથી આવવું જોઈએ. BCB એ પોલીસ કે RAB જેવી સુરક્ષા એજન્સી નથી. અમે તે વિશે કોઈની સાથે વાત કરી નથી. તેમનો કેસ કોર્ટમાં હોવાથી અમે તેના વિશે ખરેખર કંઈ કરી શકતા નથી.