27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતયશસ્વી જયસ્વાલ ઈતિહાસ રચવાથી એક પગલું દૂર, વિરાટ કોહલીને મળી ખાસ ભેટ

યશસ્વી જયસ્વાલ ઈતિહાસ રચવાથી એક પગલું દૂર, વિરાટ કોહલીને મળી ખાસ ભેટ


વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને સદીની ઈનિંગ્સ રમી હતી. હવે વિરાટ કોહલીએ ICC રેન્કિંગમાં એક મોટી સિદ્ધિ નોંધાવી છે. તેને 22માં સ્થાનેથી 13મા સ્થાને જબરદસ્ત છલાંગ લગાવી છે.

વિરાટ કોહલીના નામે મોટી સિદ્ધિ

ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. વિરાટે લગભગ એક વર્ષ બાદ ટેસ્ટમાં સદી ફટકારી છે. આ પહેલા વિરાટ કોહલી ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોપ 20માંથી બહાર હતો. તેને ભારે ઝટકો લાગ્યો હતો. પરંતુ વિરાટ કોહલીએ પોતાની એક સદીના આધારે ICC રેન્કિંગમાં પોતાનો ઝંડો લગાવી દીધો છે.

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં બીજી ઈનિંગમાં અણનમ 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 143 બોલમાં 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. વિરાટની સદીના આધારે ભારતે પ્રથમ મેચ 295 રનથી જીતી લીધી હતી.

 

જયસ્વાલે પર્થમાં બનાવ્યા 161 રન

જયસ્વાલ પર્થમાં પ્રથમ દાવમાં નિષ્ફળ રહ્યો હતો જ્યારે મિચેલ સ્ટાર્કે તેને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન મોકલી દીધો હતો. પરંતુ બીજી ઈનિંગમાં આ યુવા ડાબોડી બેટ્સમેને પોતાનો ક્લાસ દેખાડ્યો અને ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણને ઘણું હેરાન કર્યું. અહીં તેને 297 બોલમાં 15 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 161 રન બનાવ્યા હતા.

 

વિરાટ કોહલીએ લગાવી મોટી છલાંગ

ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં વિરાટ 689 પોઈન્ટ સાથે 13માં ક્રમે છે. નંબર વન પર ઈંગ્લેન્ડનો બેટ્સમેન જો રૂટ છે. તેના 903 પોઈન્ટ છે. આ સિવાય યશસ્વી જયસ્વાલનું નામ બીજા નંબર પર છે. જયસ્વાલ 825 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે કેન વિલિયમસન 804 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. હેરી બ્રુક 778 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે જ્યારે ન્યુઝીલેન્ડનો ડેરીલ મિચેલ 743 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.

જસપ્રીત બુમરાહ બન્યો નંબર 1 બોલર

જસપ્રીત બુમરાહે ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને પર્થ ટેસ્ટ મેચમાં 8 વિકેટ ઝડપી હતી. તેને કાગિસો રબાડાને પાછળ છોડી દીધો છે. બુમરાહ ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં 883 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે રબાડા 872 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ ત્રીજા સ્થાને છે, તેના 860 પોઈન્ટ છે. ચોથા સ્થાને આર અશ્વિન છે, જેના 807 પોઈન્ટ છે. પ્રભાત જયસૂર્યા 801 અંક સાથે પાંચમા સ્થાને છે.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય